પાકિસ્તાન દ્વારા શાહિન-૩ મિસાઈલનું સફળ પરિક્ષણ

ઈસ્લામાબાદ : પાકિસ્તાને આજે ૨૭૫૦ કિ.મીની પ્રહાર સમતા ધરાવતી અને અણુશસ્ત્રોનું વહન કરવા સક્ષમ જમીનથી જમીન પર પ્રહાર કરતી મધ્યમ રેન્જની બેલાસ્ટિક મિસાઈલ શાહિન-૩નું સફળ પરિક્ષણ કર્યું હતું. આ મિસાઈલની પ્રહાર કરવાની રેન્જમાં ભારતના ઘણાં શહેરો આવી શકે તેમ છે. પાકિસ્તાન લશ્કરના ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ શ્સ્ત્ર પ્રણાલિના જુદા જુદા ડિઝાઈન અને ટેકનિકલ માપદંડોની ચકાસણીના ઉદ્દેશથી આ પરિક્ષણ કરાયું હતું.

આ મિસાઈલ ૨૭૫૦ કિ.મીના અંતર સુધી અણુશસ્ત્રો અને પરંપરાગત શસ્ત્રોનું વહન કરવાની સમતા ધરાવે છે. આ મિસાઈલનું લક્ષ્ય અરેબિયન સમુદ્રમાં એક નિશાન હતું જેને સફળતાપૂર્વક પાર પડાયું હતું.
સ્ટેટેજિક પ્લાન્સ ડિવિઝનના વડા લેફટન્ટ જનરલ મઝહર જમિલે જણાવ્યું હતું કે, દેશે તેની હુમલા નિવારવાની ક્ષમતામાં મહત્વની સિધ્ધિ હાંસલ કરી છે. રાષ્ટ્રપ્રમુખ મમનૂન હુસેન અને વડાપ્રધાન નવાઝ શરીફે સફળ પરિક્ષણ માટે લશ્કર, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા હતાં.

પાકિસ્તાને ગયા વર્ષે શાહિન-૧ અને શાહિન-૨ મિસાઈલોનું ગયા વર્ષે પરિક્ષણ કર્યું હતું. શાહિન-૧ ૯૦૦ કિ.મીના અંતર સુધી અન શાહિન-૨ મિસાઈલ ૧૫૦૦ કિ.મી સુધી અણુશ્સ્ત્રો તેમજ પરંપરાગત શસ્ત્રો વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

You might also like