કાશ્મીર અંગે ભારતે આપી પાક.ને ચેતવણી : બે મોઢાની વાત નથી શોભતી

નવી દિલ્હી : કાશ્મીરમાં માનવાધિકાર હનનો આરોપ લગાવતા પાકિસ્તાન દ્વારા વિરોધ સ્વરૂપ કાળો દિવસ મનાવવામાં આવ્યા બાદ ભારત દ્વારા આકરો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણઆવ્યું કે તેઓ ભારતનાં કોઇ પણ હિસ્સામાં આતંકવાદને સમર્થન કરવાનું બંધ કરે.

વિદેશ મંત્રાલયની તરફથી બહાર પડાયેલા નિવેદમાં જણાવાયું કે, જમ્મુ કાશ્મીરનાં મુદ્દે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ગત્ત બે દિવસ દરમિયાન થયેલી રેલીઓ, કાર્યક્રમો અને નિવેદન અંગેનાં રિપોર્ટ અમે જોયા છે. અમે નોંધ્યું છે કે આ કાર્યક્રમોની આગેવાની સંયુક્ત રાષ્ટ્રદ્વારા આતંકવાદી જાહેર કરાયેલા લોકો દ્વારા કરવામાં આવી હતી. આ એજ લોકો હતા જેમણે પહેલા ખુંખાર આતંકવાદી ઓસામા બિન લાદેન અને તાલિબાન નેતા મુલ્લા મંસુરની હત્યાનાં વિરોધમાં પણ પ્રદર્શન કર્યું હતું.

આગળ લખવામાં આવ્યું કે, આ આતંકવાદીઓ અને તેની ગતિવિધિઓને પાકિસ્તાન સરકારની તરફતી જે સમર્થન મળ્યું છે, ભારત તેની નિંદા કરે છે. અમે ફરીએકવાર પાકિસ્તાનને કહીએ છીએ કે તે ભારતનાં કોઇ પણ હિસ્સામાં હિંસા અને આતંકવાદનું સમર્થન બંધ કરે અને અમારા આંતરિક મુદ્દાઓમાં દખલ દેવાનું બંધ કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળો દ્વારા થોડા દિવસો અગાઉ હિઝબુલનાં આતંકવાદી બુરહાન વાનીને ઠાર મરાયો હતો. ત્યાર બાદ કાશ્મીરમાં હિંસા ભડકી હતી અને જબર્દસ્ત વિરોધ પ્રદર્શન ચાલુ થઇ ગયું હતું. જેમાં 20થી વધારે લોકોનાં મોત નિપડ્યા હતા. આ વિરોધમાં પાકિસ્તાને બુધવારે કાળો દિવસ મનાવ્યો હતો.

You might also like