પાક પીએમએ આર્મી ચીફને ફાઇટ પ્લેનના હાઇવે તૈયાર રાખવાનો આદેશ આપ્યો

ઉરી એટેક બાદ ભારત તરફથી થનારા કોઇ પણ એક્શનને લઇને પાકિસ્તાને તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સના પ્રમાણે , પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફએ પોતાના આર્મી ચીફને કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ઇસ્લામાબાદથી દેશના ઉત્તર ભાગમાં જનારી દરેક ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. એરફોર્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

કેટલાક રસ્તા પણ ખાલી કરી દેવામાં આવ્યા છે. આપાત સ્થિતિમાં આ રસ્તા પર વાયુસેનાના જેટ ઉતરી શકે છે અથવા ઉડાણ ભરી શકે છે. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાધ શરીફ આજે ભાષણ આપવા જઇ રહ્યા છે. ઉરી આતંકી હુમલા પછી દુનિયાની નજર શરીફની સ્પીચ પર લાગેલી છે.

આ લઇને પાકિસ્તાન પક્ષમાં પણ ગરમ માહોલ છે. નવાઝના ભાષણ પહેલા પાકિસ્તાની આર્મી ચીફ રાહીલ શરીફ વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઇ છે.

પ્રધાનમંત્રી હાઉસ તરફથી રજૂ થયેલા નિવેદનમાં જાણકારી આપવામાં આવી છે. બંને વચ્ચે ઉરી હુમલા પછી ભારત સાથે તણાવ પૂર્વક સંબંધને લઇને વાત થઇ. આ ઉપરાંત પાકિસ્તાન એરલાઇન્સ દ્વારા ઉત્ત વિસ્તારોમાં અને પીઓકેમાં ઉડાણો રદ કરવા માટેની પણ વાતચીત કરી હતી. તો બીજી બાજુ રેડિયો પાકિસ્તાનએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે નવાઝ શરીફ યૂએન સામાન્ય સભામાં કાશ્મીરનો મુદ્દો પહેલો ઉઠાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજે નવાઝ શરીફ ભાષણ પછી ભારત તરફથી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ ભારતીય પક્ષ રાખશે. તેમના ભાષણમાં ઉરી હુમલોના મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. આ બધા વચ્ચે પાકિસ્તાનને અમેરિકા તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે એક બિલ રજૂ કર્યું છે. આ બિલને મંજૂરી મળે કે ના મળે પાકિસ્તાન માટે અપમનાનનો વિષય જરૂરથી છે.

You might also like