ભારતીય સરહદ પર હુમલા મામલે ગુપ્તચર એજન્સીનું એલર્ટ, રાજૌરી સેકટર પર વધી મુવમેન્ટ

BSFના એક રિપોર્ટમાં સરહદ પર પાકિસ્તાની BATની એકશનની આશંકા વ્યકત કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત બોર્ડર સિકયોરીટી ફોર્સે ગૃહમંત્રાલયને આ રિપોર્ટ મોકલ્યો છે. રિપોર્ટમાં બોર્ડર પરની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજૌરી સેકટર સામે પાકિસ્તાની SSGની ટીમ રેકી કરતા જોવા મળ્યા છે. રિપોર્ટમાં આગામી સમયમાં BAT દ્વારા કોઈ હુમલો કરવામાં આવે તેવી આશંકા વ્યકત કરાઈ છે. રિપોર્ટમાં જણાવાયું કે SSG ટુકડીનું નેતૃત્વ કોઈ મેજર રેંકનો અધિકારી કરી રહ્યો છે.

બોર્ડર પાસે આવેલા મુજાહિદ્દીન બટાલિયન કેમ્પમાં કેશમ્પગ કરતો પણ નજરે પડયો છે.. BSFના સૂત્રોએ આશંકા વ્યકત કરી છે કે બોર્ડર પર આ મુવમેન્ટ બતાવે છે કે પાકિસ્તાની SSG બોર્ડર પાર કરીને કોઈ હુમલો કરી શકે છે અને સરહદ એકશન ટીમ ફરી એકવાર નાપાક હરકતને અંજામ આપી શકે છે. જોકે ગુપ્તચર એજન્સીના આ એલર્ટ બાદ ભારતીય સેના પણ સતર્ક થઈ ગઈ છે. સરહદ પર તૈનાતી વધારી દેવામાં આવી છે.

You might also like