સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બાદ જ લાહોરમાં રમશે શ્રીલંકાની ટીમ

કોલંબોઃ આવતા મહિને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ જ શ્રીલંકા પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં ટી-૨૦ મેચ રમવા મોકલશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે કહ્યું હતું કે યુએઈમાં તેમના અધિકારી પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. પાકિસ્તાન સામે શ્રીલંકા યુએઈમાં બે ટેસ્ટ, પાંચ વન ડે અને ત્રણ ટી-૨૦ રમવાનું છે. આ પૈકીની ત્રીજી ટી-૨૦ મેચ લાહોરમાં રમાવાની છે. પાકિસ્તાનમાં શ્રીલંકાના ખેલાડીઓની બસ પર વર્ષ ૨૦૦૯માં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં બે ખેલાડીઓને ઈજા થઈ હતી અને ત્યાર બાદથી કોઈ દેશની ટીમ પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ રમવા ગઈ નહોતી. થોડા દિવસ પહેલાં વર્લ્ડ ઈલેવન ટીમ પાકિસ્તાનમાં ત્રણ ટી-૨૦ મેચ રમી હતી. શ્રીલંકાના દિનેશ ચાંદિમલે કહ્યું કે, ”પાકિસ્તાનમાં જવાનો નિર્ણય ખેલાડીઓ સંયુક્ત રીતે અને ઘણી ચર્ચાઓ બાદ લેશે.”

You might also like