સ્પોટ ફિક્સિંગ બદલ પાક. ક્રિકેટર નવાઝ સસ્પેન્ડ

કરાચીઃ ટેસ્ટ ઓલરાઉન્ડર મોહંમદ નવાઝને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આ વર્ષે રમાયેલી પાકિસ્તાન સુપર લીગમાં સ્પોટ ફિક્સિંગ પ્રકરણને લઈ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં ગઈ કાલે બે મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. બોર્ડે આ સાથે જાહેરાત કરી કે નિશ્ચિત પરિસ્થિતિમાં સસ્પેન્શનને એક મહિના સુધી ઘટાડી શકાય છે. નવાઝને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

નવાઝે એ વાતની કબૂલાત કરી હતી કે તે સ્પોટ ફિક્સિંગ સાથે જોડાયેલા સટોડિયાઓ તરફથી મળેલા આમંત્રણ અંગે પીસીબીના સુરક્ષા વિભાગને સમયસર જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યો હતો. બોર્ડે કહ્યું કે નવાઝ જો પીસીબી સંહિતાનું વધુ ઉલ્લંઘન નહીં કરે તો તેના સસ્પેન્શનના સમયગાળાને ઘટાડી શકાય છે.
http://sambhaavnews.com/

You might also like