પાક.ની સાજિશઃ ઈન્ડિયન આર્મીના શીખોને ભડકાવવાની કોશિશ

કોલકાતા: પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન હવે ભારત વિરુદ્ધ એક નવી સાજિશ ઘડી રહ્યું છે. પાકિસ્તાન હવે ભારતીય સેનામાં રહેલા શીખને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે. પાકિસ્તાન પર હુમલો કરવા માટે કહેવા પર એક ભારતીય શીખ સૈનિકના આત્મહત્યા કરવાના પ્રયાસને લઈને ફેલાયેલી અફવાને પાકિસ્તાની સોશિયલ મીડિયા દ્વારા વાઈરલ કર્યા બાદ હવે ઈન્ડિયન આર્મી સતર્ક થઈ ગયું છે.

ઈન્ડિયન આર્મીએ કોલકાતા સ્થિત પૂર્વીય હેડક્વાર્ટર સહિત દેશભરના કમાન્ડ હેડ ક્વાર્ટર્સને આ બાબતે એલર્ટ કર્યું છે. આર્મી હેડ ક્વાર્ટરે વાઈરલ થયેલા ટ્વિટના કન્ટેન્ટ સિનિયર અધિકારીઓને મોકલીને યુનિટ કમાન્ડર અને લશ્કરી ટુકડીઓને આ બાબતમાં સત્યથી વાકેફ કરવા જણાવાયું છે.

કમાન્ડ હેડકવાર્ટરને આર્મી હેડક્વાર્ટર તરફથી મોકલવામાં આવેલી માહિતી અનુસાર પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ અને સોશિયલ મીડિયા પર હેસટેગ #RestinPeacebalbirSingh દ્વારા એક અફવા ફેલાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુઓના અત્યાચાર અને પાકિસ્તાન પ્રત્યેની વફાદારીને લઈને એક શીખ સૈનિકે આત્મહત્યા કરી છે. એવું પણ જણાવાયું છે કે પાકિસ્તાન વિરુદ્ધ જંગ લડવા ઈચ્છતા નથી. આવા બે ટ્વિટ મોકલવામાં આવી રહ્યા છે. આથી કમાન્ડર અને લશ્કરી ટુકડીઓને આ અંગે સતર્ક કરવામાં આવે.

તાજેતરમાં બલબીરસિંહ નામના કોઈ સૈનિકે આત્મહત્યા કરી નથી. અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈ પણ સૈનિકે એલઓસી ઓળંગીને આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો વિરોધ કર્યો નથી. #RestinPeacebalbirSingh હેસટેગથી શેર કરવામાં આવેલા પ્રારંભિક ટ્વિટમાં જણાવાયું હતું કે અમે પાકિસ્તાની આપના પવિત્ર સ્થળોનો આદર કરીએ છીએ. તેમાં એક ફોટોગ્રાફ છે, જેનું કેપ્શન છે. ‘ભારતીય સેનામાં કામ કરતા શીખ સૈનિકો માટે બલબીરસિંઘની આત્મહત્યાને કારણે હવે ચોંકી જવાનો સમય છે.

You might also like