અજિત ડોભાલનું નિવેદન પણ લેશે પાકિસ્તાનની SIT

નવી દિલ્હી: પઠાણકોટ અેરબેઝ પર થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરવા માટે પાકિસ્તાનની ટીમ ભારત આવી ગઈ છે. જેમાં જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમની આગેવાની કરી રહેલા પંજાબના આતંકવાદ વિરોધી વિભાગના વડા મહંમદ તાહિર રાય તેમના કેટલાક અન્ય અધિકારીઓ સાથે ભારત આવી ગયા છે.  આ અંગે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાક.ના વડા પ્રધાન નવાજ શરીફના આદેશથી રચાયેલી જેઆઈટીઅે ગત સપ્તાહમાં આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અને આ મામલે વિસ્તારથી ચર્ચા કરવા માટે જેઆઈટીની પહેલી બેઠક લાહોરમાં મળી હતી. પંજાબ પ્રાંતના ગૃહ વિભાગે જેઆઈટીને આદેશ આપ્યો છે કે બે સપ્તાહમાં આ અંગે વચગાળાનો અહેવાલ જમા કરાવી દે.

 

દરમિયાન પઠાણકોટ અેરબેઝ પરના આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાનમાં તપાસ કરી રહેલી અેસઆઈટી આગામી મહિનામાં ભારત આવે તેવી સંભાવના છે.આ અેસઆઈટી ટીમ નેશનલ સિક્યોરીટી અેડવાઈઝર અજિત ડોભાાાલનું નિવેદન લઈ શકે છે. પાકિસ્તાનમાં આ મામલે જે અેફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમાં ડોભાલનું નામ ફરિયાદ કરવાવાળા તરીકે દાખલ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલ ટીમ આ કેસની તપાસ કરી રહી છે. ત્યાંના અધિકારીઓનું કહેવું છે કે ડોભાલે જ આ બાબતની જાણકારી અને પુરાવા પાકિસ્તાનને આપ્યા હતા. તેથી ફરિયાદ કરવાવાળા તરીકે તેમનું નિવેદન રેકર્ડ કરવું પણ જરૂરી છે. આ અંગે પાકિસ્તાનની અેસઆઈટી ટીમ માર્ચના બીજા સપ્તાહમાં ભારતની મુલાકાત લઈ શકે છે.

પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં અજિત ડોભાલ જ મહત્વના સાક્ષી છે. કારણ તેમની પાસે જ આ કેસ સાથે સંકળાયેલા ખાસ પુરાવા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પઠાણકોટ હુમલા બાદ ડોભાલે પાકિસ્તાનમાં નસીરખાન જંજુઆ સાથે ફોન પર વાત કરી હતી. જેમાં તેમણે જંજુઆને તે ફોન નંબર જણાવ્યો હતો જે નંબરથી આતંકવાદીઓઅે હુમલા પહેલા પાકિસ્તાનમાં વાત કરી હતી. ત્યારબાદ મામલે બંને દેશ વચ્ચે પુરાવાની આપલે થઈ હતી. જોકે ભારતના ગૃહ અને વિદેેશ મંત્રાલયે આ બાબતે કંઈ પણ કહેવા ઈનકાર કરી દીધો હતો.

You might also like