રાહત-શફકતના એક શોથી ભારતમાં રૂ. ૫૭ લાખનું કાળું નાણું આવે છે

નવી દિલ્હીઃ ભારતીયો જે પાકિસ્તાની કલાકારોના અવાજથી અંજાઈને તેમના શોમાં હાજરી આપી તેમની કલાને બિરદાવે છે તેવા પાકિસ્તાની કલાકારોનાં કાળાં નાણાંનો ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ઈન્ડિયાએ પર્દાફાશ કરી દીધો છે. એક સ્ટિંગમાં જાણવા મળ્યું છે કે રાહત ફત્તેહ અને શફકતના એક શોથી ભારતમાં 57 લાખનું કાળું નાણું પહોંચી જાય છે. આ રીતે પાકિસ્તાની કલાકારો ભારત સાથે છેતરપિંડી કરે છે.

છેલ્લા દોઢ દાયકામાં પાકિસ્તાનના સૌથી મોટા ગાયક રાહત ફત્તેહ અલી ખાને લગભગ 100થી વધુ હિન્દી ફિલ્મમાં ગીત રજૂ કર્યા છે. ત્યારે આ અંગે ન્યૂઝ 18 ઈન્ડિયાએ કરેલા સ્ટિંગમાં જાણવા મળ્યું હતું કે રાહત ફત્તેહના મેનેજરે કાળાં નાણાંની માગણી કરી હતી. જેમાં ફિલ્મી ગીત હોય કે સ્ટેજ શો અથવા કવ્વાલી કે લગ્નની મહેફિલ હોય રાહત તેમાંથી પૈસા કમાવવાના નુસખા અજમાવી લે છે. આ અંગે થયેલા સ્ટિંગમાં રાહતની મેનેજર મન્નુ કોહલી સાથે મુલાકાત થતાં જાણવા મળ્યું હતું કે તે દિલ્હીમાં એક આર્ટિસ્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. રાહત માટેની ડીલ અમારી પાસે હતી. ભારતમાં રાહત ફત્તેહ અલીના કામકાજનું મેનેજમેન્ટ મન્નુ કોહલી અને તેના પાર્ટનર રાકેશ ગુપ્તાની કંપની પાસે છે.

રાકેશ ગુપ્તાએ જણાવ્યું કે રાહત ફત્તેહ 17 ડિસેમ્બરે ફ્રી છે. અને તેઓ લગ્નના કાર્યક્રમ માટે ભારત આવવા તૈયાર છે.

You might also like