પાકિસ્તાની ભારતને ચેતવાણી, સિંધુ સમજૂતી તૂટશે તો આવશે ગંભીર પરિણામ

ઇસ્લામાબાદઃ પાકિસ્તામને ભારતને ચેતાવણી આપી છે કે જો ભારત સિંધુ જળ સમજૂતી તોડશે તો પાકિસ્તાન ભારત વિરૂદ્ધ ઠોસ પગલાં લેશે. ભારત તરફથી સિંધુ જળ સમજૂતી મુદ્દે સમક્ષી થઇ રહી છે. ત્યારે પાકિસ્તાને કહ્યું છે કે અમે ભારતની ગતીવિધીઓને ધ્યાનથી જોઇ રહ્યાં છે. પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા નફીસ ઝકારિયાએ સાપ્તાહિક બ્રીફિંગમાં કહ્યું છે કે જો ભારત સમજૂતીનું ઉલ્લંધન કરશે તો યોગ્ય પરિણામ નહીં આવે. પાકિસ્તાન રેડિયો તરફથી મળતી માહિતી મુજબ પાકિસ્તાન આવી સ્થિતિમાં કાર્યવાહી કરવા પણ તૈયાર છે.

ઝકારિયાએ કહ્યું છે કે ભારત કાશ્મીરમાં પોતાના અત્યાચારો અને માનવાધિકારનું ઉલ્લધન પરથી ધ્યાન હટાવવા અંગેના પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન ભારતના આ નિર્દયી વલણને વિશ્વસ્તરે ઉઘાડું પાડવાનો પ્રયાસ કરશે. જેના ઠોસ પરિણામ પણ પ્રાપ્ત થશે.

દુનિયા હજી પણ કાશ્મીરની પરિસ્થિતિને લઇને ચિંતામાં છે. ઝકારિયાએ આરોપ લગાવ્યો છે કે આ વખતે એલઓસી પર 90થી વધારે વખત સીઝફાયરનું ઉલ્લંધન થયું છે. ભારત પાકિસ્તાનને દુનિયામાં એકલું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ભારતનું આ નકારાત્મક વલણ ક્ષેત્રીય સમૃદ્ધિ અને વિકાસની દિશામાં અચડણ ઉભી કરે છે.

You might also like