ઓસી.ના વિઝા ના મળ્યા તો ‘ભારતીયો’ને લઈને પાકિસ્તાને કબડ્ડી ટીમ બનાવી દીધી

ઇસ્લામાબાદઃ રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાના વિઝા નહીં મળવાના કારણે પાકિસ્તાને પાંચ ભારતીય મૂળના કેનેડિયન ખેલાડીઓને લઈને કબડ્ડી ટીમ પૂરી કરી. આ ટીમ ઓસ્ટ્રેલિયામાં પૂરી થયેલી વિશ્વકપ કબડ્ડી સ્પર્ધામાં રમી હતી.
અહેવાલો અનુસાર ઓસ્ટ્રેલિયાએ ફક્ત પાંચ પાકિસ્તાની ખેલાડીઓ અને કોચને વિઝા આપ્યા હતા.

અધૂરા પેપરવર્કના કારણે પાકિસ્તાનની અડધી ટીમને વિઝા ના મળ્યા, પરંતુ ટૂર્નામેન્ટમાંથી હટી જવાના બદલે પાકિસ્તાન કબડ્ડી ફેડરેશને પોતાની અડધી ટીમ ઓસ્ટ્રેલિયા મોકલી. બાદમાં પાંચ ભારતીય મૂળના ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા, એમાંના બે ખેલાડી અમરસિંહ અને તેજા ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

આમાંના એક બિનપાકિસ્તાની ગુરદીપસિંહે બાદમાં મીડિયાને જણાવ્યું કે તે મેનેજર તરીકે ટીમ સાથે જોડાયો હતો. આવું કરવા છતાં પાકિસ્તાની ટીમ સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી નહોતી. યજમાન ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી જીતી હતી.

You might also like