ફાંસીની સજા પામેલા અારોપીઓને ભારત પરત મોકલતું પાકિસ્તાન

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ફાંસીની સજા પામેલા અને અન્ય ગંભીર ગુનામાં આજીવન કેદની સજા પામેલા આરોપીઓને આતંકવાદી હુમલાને અંજામ આપવાના હેતુથી ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે કાશ્મીરમાં ફરજ બજાવતા એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન સરકાર આતંકવાદીઓને અનેક રીતે આશરો આપી રહી છે.

પાકિસ્તાનની અદાલતોમાં ફાંસી અથવા આજીવન કેદની સજા પામનારા અારોપીઓને એવું જણાવી ભારત મોકલવામાં આવી રહ્યા છે કે જો તેઓ ભારતમાં ઘુસણખોરી કરી ત્યાં હુમલા કરીને પરત આવશે તો તેમની સજા માફ કરી દેવામાં આવશે.અને જો હુમલા દરમિયાન તેઓ માર્યા જશે તો તેમને શહીદ તરીકે જાહેર કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષાદળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મળેલા પુરાવા પરથી તેનું વિશ્લેષણ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે પાકિસ્તાન સરહદ પાર આતંકી પ્રવૃતિઓને અંજામ આપવા આવા અપરાધીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન તેના નાપાક ઈરાદા પાર પાડવા અવનવા ઉપાય અજમાવી રહ્યું છે.
ઘૂસણખોરીના પ્રયાસથી તંગદિલીમાં વધારો થયો અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ ગરીબી અને ધાર્મિક કટ્ટરતાથી આતંકવાદી પ્રવૃતિમાં સામેલ થયા છે અને તેમને આતંકવાદી પ્રવૃતિના મિશન સિવાય અન્ય કંઈ જ દેખાતું નથી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીના પ્રયાસ થતા હોવાથી તંગદિલી વધવા પામી છે.

home

You might also like