ફરી ફિક્સિંગના કીચડમાં ફસાયું પાકિસ્તાનઃ જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ

લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પોટ ફિક્સિંગમાં કેસમાં ડાબોડી ઓપનિંગ બેટ્સમેન નાસિર જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. નાસિર પર પાકિસ્તાન સુપર લીગમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. નાસિર જમશેદ પર ખેલાડીઓ અને બુકી વચ્ચે કડી બનવાનો આક્ષેપ થયો હતો. જોકે જમશેદે બધા આરોપોને નકારી કાઢ્યા હતા.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વકીલ તફ્ફાજુલ રિઝવીએ કહ્યું, ”ફિક્સિંગ કેસમાં જમશેદ પર કોઈ ચાર્જ હજુ નથી લાગ્યો, કારણ કે તેના પર એક અન્ય ફિક્સિંગ આરોપની તપાસ હાલ ચાલી રહી છે. બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સીએ જમશેદ અને અન્ય એક વ્યક્તિની ફેબ્રુઆરીમાં સ્પોટ ફિક્સિંગના આરોપમાં પાંચ દિવસ માટે ધરપકડ કરી હતી.

એ સમયે નાસિર પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો હતો. જમશેદની સાથે ફાસ્ટ બોલર મોહંમદ ઇરફાન પર પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પ્રતિબંધ લગાવ્યો છે.

You might also like