પાઇલટ અભિનંદનને છોડવા પાકિસ્તાન તૈયારઃ શરતો મૂકી

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાને જૈશ-એ-મોહંમદ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને ભારતીય પાઇલટ અભિનંદનને જલદી ભારત મોકલી શકાય તેમ છે તેવું સરકારી સૂત્રોએ જણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ગઇ કાલે જાણકારી આપી હતી કે પાકિસ્તાની વિમાનો ભારતીય સીમામાં ઘૂસ્યાં તે દરમ્યાન તેના ફાઇટરનો પીછો કરતાં મિગ-ર૧ લડાકુ વિમાન ક્રેશ થઇ ગયું અને એક પાઇલટ લાપતા થયો હતો તેનું નામ અભિનંદન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાન એરફોર્સના વિમાન એફ-૧૬ને ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહીમાં તોડી પાડ્યું હતું. ઇન્ડિયન એરફોર્સના જાંબાઝ પાઇલટ અભિનંદનને મુક્ત કરવા પાકિસ્તાન તૈયાર થઇ ગયું છે, પરંતુ તેણે ભારત સામે એક શરત મૂકી છે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે જો પરિસ્થિતિ સામાન્ય થશે તો તેઓ ઇન્ડિયન પાઇલટ અભિનંદનને મુક્ત કરવા અંગે વિચારી શકે છે. શાહ મહમૂદ કુરેશીએ એવો પણ દાવો કર્યો છે કે ભારતીય પાઇલટ સંપૂર્ણ સુરક્ષિત છે અને તેનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.

શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે હું ભારત અને ભારતની જનતાને એક સંદેશો આપવા ઇચ્છું છું કે પાકિસ્તાન એક જવાબદાર રાષ્ટ્ર છે, જવાબદાર એરફોર્સ છે અને જી‌િનવા સં‌ધિથી વાકેફ છે. હું વિશ્વાસ અપાવું છું કે તમારો પાઇલટ સંપૂર્ણ સુરક્ષિત છે અને તેની રક્ષા કરાશે. તેને જે કંઇ સગવડો જોઇએ તે અમે તેને પૂરી પાડીશું. અમને તેની સાથે કોઇ વ્યક્તિગત દુશ્મની નથી. અમે તેમને મુક્ત કરવા અંગેે ખુલ્લા દિલથી વિચાર કરી રહ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ર૦ વર્ષ પહેલાં કાર‌િગલ યુદ્ધ દરમ્યાન પણ આવો જ કિસ્સો બન્યો હતો. તા.ર૭ મે, ૧૯૯૯માં કાર‌િગલ યુદ્ધમાં ગ્રૂપ કેપ્ટન કે. નચિકેતાએ મિગ-ર૭ ફાઇટર પ્લેનથી પાકિસ્તાનની સેનાના ઘૂસણખોરો પર બોમ્બવર્ષા કરી હતી. તેમના હુમલાથી બટાલિક સેકટરમાં ઘણા બધા પાકિસ્તાની ફોજી મોતને ઘાટ ઊતર્યા હતા. તેઓ આકાશમાં જ હતા અને તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

નચિકેતા ગભરાયા વિના વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ પીઓકે પાસે સ્કાર્દુમાં પહોંચી ગયા તેમને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધા. પાકિસ્તાની અધિકારીઓએ વાયુસેનાનાં મુખ્ય ઠેકાણાંઓની જાણકારી મેળવવાની દરેક કોશિશ કરી હતી, પરંતુ નચિકેતાએ નિરાશ કર્યા હતા. પાકિસ્તાની સેનાએ તેમની સાથે અમાનવીય હરકતો કરી હતી. પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં આઠ દિવસ બાદ તેમને છોડી દેવાયા હતા.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago