પાકિસ્તાન રેન્જર્સ સાથે સૈનિકોને તહેનાત કરી રહ્યું છે પાકિસ્તાન

નવી દિલ્હી: રાજસ્થાન બોર્ડર પર પાક રેન્જર્સ સાથે સેનાના જવાનોને પણ તહેનાત કરી રહ્યું છે. ગુપ્તચર સંસ્થાઅોઅે સીમા પાર થઈ રહેલી હલચલનો રિપોર્ટ સરકારને અાપ્યો છે. તેમાં જણાવાયું છે કે પાકિસ્તાની સેનાની પાક રેન્જર્સ પાસે સીમા પર શંકાસ્પદ ગતિવિધિઅો જોવા મળી છે. પાકિસ્તાની સેનાના જમાવડાને જોઈને બીએસએફ સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે.

સાથે સાથે સેનાને પણ એવા લોકેશન પર રાખવાનું કહેવાયું છે જ્યાંથી જરૂરી હોય ત્યારે તરત જરૂરી કાર્યવાહી કરી શકાય. ગુપ્તચર સંસ્થાઅોઅે કહ્યું કે ગંગાનગર સાથે જોડાયેલી બોર્ડર પર પાકિસ્તાની સેનિકોની હલચલ જોવા મળી છે. અા ઉપરાંત જેસલમેર અને બાડમેર સીમા પર પણ પાક રેન્જર્સની સાથે પાકિસ્તાની સેનિકો જોવા મળ્યા છે.

સૂત્રોઅે જણાવ્યું કે સૈનિકોની સતત અવરજવરના સ્પષ્ટ સંકેત છે અને સીમા પર પાકિસ્તાન શંકાસ્પદ પ્રવૃત્તિઅોમાં લાગેલું છે. સીમા સુરક્ષાદળના પૂર્વ અેડીજી પી કે મિશ્રઅે જણાવ્યું કે પાક રેન્જર્સની સાથે પાકિસ્તાની સેનાઅોનો જમાવડો થવાના સમાચાર અનાયાસ નથી. પાકિસ્તાન સતત સીમા પર દબાણ વધારવાની કોશિશ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીર બોર્ડર પર પણ સૈનિકોની તહેનાતીમાં વધારો કરી દેવાયો છે.

બીજી તરફ અફઘાન સરહદ પર આતંકવાદીઓનો સામનો કરી રહેલા કેટલાક પાકિસ્તાની સૈનિકોને પણ ત્યાંથી રવાના થઈ જવા જણાવવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં રહેલા આતંકવાદી કેમ્પ પર ભારતના સ‌િર્જકલ સ્ટ્રાઈક હુમલા બાદ પાકિસ્તાનના કેટલાક નિવૃત્ત સેના અધિકારીઓને પણ કોન્ટેક્ટસ ડિટેઈલ અપડેટ કરવા માટે પત્રથી જાણ કરવામાં આવી છે. સાથોસાથ તેમને રિઝર્વ ડ્યૂટી માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે.

ભારતના સ‌િર્જકલ સ્ટ્રાઈક હુમલાના થોડા દિવસો બાદ જ નિવૃત્ત પાકિસ્તાની ફોજીઓને પત્ર પાઠવાયા છે, જોકે રિઝર્વ ડ્યૂટી માટે કોન્ટેક્ટ ઈન્ફર્મેશનને તંત્રની પ્રક્રિયા ગણાવવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ રિઝર્વથી કોઈને પણ ડ્યૂટી માટે બોલાવવામાં આવ્યા નથી. ઉત્તર અને પશ્વિમ સરહદ પર ભારત પણ તેની સંરક્ષણ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે.

સરહદ પર પાક. તરફથી હિલચાલ વધુ તેજ
આઈબીના અહેવાલમાં ખુલાસો થયો છે કે સ‌િર્જકલ હુમલા બાદ પાકિસ્તાને એલઓસી નજીક વધારાના સૈનિકોની તહેનાતી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરહદ પર પાકિસ્તાન તરફથી હિલચાલ વધુ તેજ બનાવવામાં આવી રહી છે અને સૈનિકોને ફોરવર્ડ પોઝિશન પર લગાવવામાં આવી રહ્યા છે, જોકે તેમની તૈયારીનું સ્તર વધુ ઊંચાઈએ નથી.

ભારતીય સુરક્ષાતંત્ર હાઈ એલર્ટ પર
ગત 23 સપ્ટેમ્બરના સ‌િર્જકલ સ્ટ્રાઈક હુમલા બાદ પણ ભારતીય સુરક્ષાતંત્ર હાઈ એલર્ટ પર છે અને સંવેદનશીલ ઉત્તર કમાન્ડમાં ટોપ મિ‌િલટરી કમાન્ડર્સનાં પોસ્ટિંગ અટકાવી દેવામાં આવ્યાં છે. જ્યારે પશ્ચિમ કમાન્ડમાં પણ સંરક્ષણ સિસ્ટમ તૈયાર કરી દેવાઈ છે. પંજાબની સરહદની જવાબદારી વેસ્ટર્ન કમાન્ડ પાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં સૈનિકોની તમામ રજા રદ કરી દેવામાં આવી છે.

યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી
સેનાએ પણ ઉત્તરમાં બોર્ડર એલર્ટ જાહેર કરી દીધું છે અને રિઝર્વ ટીમને એલઓસી પાસે મોકલી આપવામાં આવી છે, જેથી હુમલા બાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહીને નિષ્ફળ બનાવી શકાય. સેનાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે હાલ યુદ્ધવિરામને લઈને કોઈ મોટું ઉલ્લંઘન થયું નથી અને પ્રતિક્રિયા તરીકે પારંપરિક હુમલાની આશંકાથી, જોકે અમે કોઈ પણ પ્રકારની આપાતકાલીન સ્થિતિમાં સામનો કરી શકાય તે માટે સજ્જ છીએ.

You might also like