કૃષ્ણ ભગવાનનાં મંદિર માટે પાકિસ્તાને આપ્યાં રૂ.2 કરોડ, હિંદુ ભક્તોમાં ખુશીઓનો માહોલ

728_90

પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત શ્રી કૃષ્ણ મંદિરનાં સૌંદર્યીકરણ અને આનાં વિસ્તારને ફેલાવવા માટે બે કરોડ રૂપિયાની રકમ કજૂ કરી છે. પાકિસ્તાનનાં રાવલપિંડી અને ઇસ્લામાબાદ આ બંને શહેરોમાં જ શ્રી કૃષ્ણ મંદિર આવેલ છે કે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું હોય છે.

મંદિરમાં દરરોજ સવારનાં અને સાંજે બે વાર આરતી થાય છે કે જેમાં ઘણાં ઓછાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે. ઇવૈક્યૂઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઇટીપીબી)નાં ઉપ પ્રશાસક મોહમ્મદ આસિફે કહ્યું કે પ્રાંતીય એસેમ્બલીનાં એક સભ્યનાં આગ્રહ પર સરકારે 2 કરોડ રકમની જાહેરાત કરી છે. આસિફે જણાવ્યું કે મંદિરનું સૌંદર્યીકરણ એટલે કે નવીનીકરણ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવે.

એક ટીમે તો આ જગ્યાનું નિરીક્ષણ પણ કરી દીધું છે અને કાર્ય શરૂ કરી દેવાની યોજના પણ બનાવી દેવામાં આવી છે. તેઓએ વધુમાં કહ્યું કે જ્યાં પણ મૂર્તિઓ રાખવામાં આવી છે તે મુખ્ય કક્ષને સૌંદર્યીકરણની સમાપ્તિ સુધી બંધ રાખવામાં આવશે. કાંજી મલ અને ઉજાગર મલ રાચપાલે 1897માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

You might also like
728_90