પાકિસ્તાનના લાહોરમાં વિધાનસભા પાસે મોટો વિસ્ફોટ, 13ના મોત, 30 ઘાયલ

લાહોર: શહેરની પંજાબ વિધાનસભા પાસે જોરદાર વિસ્ફોટ થયો છે, આ વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા છે અને 30 લોકોના ઘાયલ થયાના સમાચાર બહાર આવી રહ્યા છે. આ વિસ્ફોટમાં લાહોરના ડીઆઈજીનું મોત થયું છે. આ જાણકારી પાકિસ્તાની મીડિયાએ સોમવારે આપી છે. મીડિયાના જણાવ્યા પ્રમાણે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે ફાયર બ્રિગેટ અને રાહતકર્મીઓનો કાફલો પહોંચી ગયો છે. પોલીસે આ વિસ્તારને સીલ કરી દીધો છે. મીડિયાના જણાવ્યા પ્રમાણે, જે વખતે વિસ્ફોટ થયો એ વખતે દવા વિક્રેતા સરકાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે વિસ્ફોટ દવા વિક્રેતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે કે કેમ.

You might also like