પોતાના ઘરમાં ફસાયા નવાઝ શરીફ, હવે દિફા-એ-પાકિસ્તાને ખોલ્યો મોર્ચો

પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ પોતાના જ ઘરમાં ખરાબ રીતે ફસાતા જાય છે. ઇમરાન ખાનની આગેવાની વાળી વિપક્ષી પાર્ટી શરીફ પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ધરણાં પ્રદર્શનની ધમકી આપી રહી છે. તો બીજી બાજુ દિફા-એ-પાકિસ્તાએ જમ્મુ કાશ્મીરમાં કથિત અત્યાચાર વિરુદ્ધ પ્રદર્શનની તૈયારીમાં છે.

ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફએ આગામી 2 નવેમ્બરે ઇસ્લામાબાદ પર કબ્જા કરોની જાહેરાત કરી છે તો ધાર્મિક અને રાજનીતિક સંગઠન દિફા એ પાકિસ્તાન 27 અને 28 ઓક્ટોબરે ઇસ્લામાબાદ અને પીઓકેમાં રેલીઓ કરવા જઇ રહ્યા છે.

નોંઘનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ એક્શન લેવાને લઇને સરકાર અને સેનાની વચ્ચે તણાવ ઉદભવ્યાના સમાચાર આવ્યા હતા. ડોનમાં છપાયેલા સમાચાર મુજબ શરીફ સરકારે સેનાને કહી દીધું હતું કે આર્મી આતંકવાદીઓ વિરુદ્ધ તત્કાલ પગલા લે, નહીં તો પાકિસ્તાન વિશ્વથી અલગ થઇ જશે.

દિફા-એ-પાકિસ્તામાં પાકિસ્તાનના 40 થી વધારે રાજનિતીક અને ધાર્મિક સંગઠનનો સમાવેશ થાય છે જે રૂઢીવાદી નિતીઓની વકીલાત કરે છે. આને પાકિસ્તાન સરકાર તરફથી ભારતને સુંદર દેશનો દરજ્જો આપવાનો પણ વિરોધ કર્યો છે.

પાકિસ્તાનના એબટાબાદમાં અમેરિકી નેવી કમાન્ડોના ઓપરેશનમાં અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેનના માર્યા જવા પર અફઘાનિસ્તાન સીમાની પાસે અમેરિકી હવાઇ હુમલામાં 24 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાની ઘટનાઓની પ્રતિક્રિયા તરીકે નવેમ્બર 2011માં દિફ એ પાકિસ્તાન બન્યું હતું. આ જૂથમાં કેટલાક સંગઠન એવા છે જેમની પર સંયુક્ત રાષ્ટ્રએ પ્રતિબંધ લગાવ્યો છે.

જમાત ઉદ દાવા પણ દિફા-એ-પાકિસ્તા કાઉન્સિલમાં સમાવેશ થાય છે. આ આતંકી સંગઠનનો પ્રમુખ હાફિઝ સઇદ દિપા એ પાકિસ્તાન કાઉન્સિલનો વાઇસ પ્રેસિડેન્ટ પણ છે.

You might also like