પાક. કારગિલ યુદ્ધ વખતે ભારત પર પરમાણુ હુમલો કરવાનું હતું

વોશિંગટન: ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ભારત સામેે પોતાના સૈનિકોની પીછેહઠ થતાં પાકિસ્તાન તરફથી પરમાણુ હથિયારો દ્વારા ભારત પર હુમલો કરવા તૈયારી થઈ હતી. તે અંગે સીઆઈઅેઅે તત્કાલિન અમેરિકન પ્રમુખ બિલ કિલન્ટને પણ ચેતવણી આપી હતી.

આ અંગે સીઆઈઅેઅે ગુપ્ત માહિતી અને સૂચનાના આધારે ગત ચાર જુલાઈ ૧૯૯૯ના રોજ અમેરિકન રાષ્ટ્રપતિને તે સમયે માહિતી આપી હતી કે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન નવાજ શરીફ સાથે તેમની મુલાકાત હતી. પાક. સેનાના પ્રમુખ પરવેઝ મુશર્રફનાં દુઃસાહસથી વૈશ્વિક સ્તરે થયેલી ફજેતી અને હારનો સામનો કરતાં શરીફે વોશિંગટનની મુલાકાત લઈ યુદ્ધનો અંત લાવવા કિલન્ટનની મદદ માગી હતી.

સીઆઈઅેના પૂર્વ નિષ્ણાત રીડેલે સેન્ડી બર્જર માટે લખેલી અેક શ્રદ્ધાંજલિ નોટમાં અે વાતનો ખુલાસો કર્યો છે કે બર્જરનું કેન્સરથી નિધન થયું હતું. તેઓ કિલન્ટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહી ચુકયા હતા. તેમણે વધુમાં લખ્યું હતું કે બર્જરે કિલન્ટનને અપીલ કરી હતી કે તેઓ શરીફની વાત સાંભળે પરંતુ તેઓ મકકમ રહ્યા હતા.

પાકિસ્તાને આ વિવાદ શરૂ કર્યો છે તેથી તેને કોઈ વળતર વિના પૂરો કરવો જોઈઅે. રાષ્ટ્રપતિઅે વડા પ્રધાન શરીફ સાથે અે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે પાકિસ્તાન આ મામલે પીછેહઠ કરે તો જ તણાવની સ્થિતિ દૂર થઈ શકે તેમ છે.

રીડેલે વધુમાં લખ્યું છે કે શરીફ તેના સૈનિકોને પરત બોલાવવા સંમત થઈ ગયા હતા. જોકે તેની કિંમત તેમણે પોતાનું પદ છોડીને ચુકવવી પડી હતી. સેેનાઅે તેમને પદભ્રષ્ટ કરી દીધા હતા. તેથી તેમણે અેક વર્ષ નિર્વાસનમાં વીતાવવું પડ્યું હતું. પરંતુ દ‌િક્ષણ અેશિયામાં સંભવિત પરમાણુ યુદ્ધનો ખતરો ટળી ગયો હતો.

You might also like