પાક.વિમાન દુર્ઘટના : 1 વર્ષ બાદ પાયલોટનાં શબ બહાર કઢાશે

ઇસ્લામાબાદ : પાકિસ્તાન હંમેશા પોતાના વિચિત્ર ઉપાયોનાં કારણે જ ચર્ચામાં રહેતું હોય છે. હવે પાકિસ્તાની અધિકારીઓએ એક વિમાન દુર્ઘટનાની તપાસ કરવા માટે ક્રુ મેમ્બર્સના મૃતદેહ કબરમાંથી ખોદીને બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. જેનાથી તે ખ્યાલ આવશે કે મૃત્યુ સમયે તે લોકો પૈકી કોઇએ નશીલા પદાર્થનું સેવન કર્યું હતું કે નહી.

ગત્ત વર્ષે ડિસેમ્બરમાં થયેલ દુર્ઘટનામાં 48 લોકોનાં મોત નિપજ્યા હતા. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન પીકે 661, 7 ડિસેમ્બરે ચિત્રાસથી ઇસ્લામાબાદ જતા સમયે એબટાબાદની નજીક હવેલિયા પહાડી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ચાલક દળનાં 5 લોકોનાં પણ મોત નિપજ્યા હતા.

લોકપ્રિય પોપ સિંગરમાંથી ઇસ્લામિક ઉપદેશક બનેલા જુનૈદ જમશેત, તેની પત્ની અને અન્ય 3 વિદેશીઓ સહિત 48 લોકોનાં આ દુર્ઘટનામાં મોત નિપજ્યા હતા. પાક. આ દુર્ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહ્યું છે. બ્લેક બોક્સપરથી જાણવા મળ્યું કે વિમાનનાં બંન્ને એન્જિન ઉતરતા સમયે યોગ્ય કામ કરી રહ્યા હતા. જેથી હવે ચાલક દળનાં શબ કબરમાંથી બહાર કાઢવામાં આવશે.

You might also like