પાકે. બુરહાનને ગણાવ્યો શહીદ : 19 જુલાઇને મનાવશે બ્લેડ ડે

ઇસ્લામાબાદ : કાશ્મીર મુદ્દે ભારતનાં જવાબથી ગિન્નાયેલા પાકિસ્તાને આજે હિજબુલ કમાન્ડર બુરહાન વાનીને શહીદ જણાવીને કાશ્મીરમાં થયેલા મોતોની વિરુદ્ધ મંગળવારે બ્લેક ડે મનાવવાની જાહેરાત કરી છે. તેનો નિર્ણય ઇસ્લામાબાદમાં આજે એક હાઇપ્રોફાઇલ મીટિંગ બાદ લેવામાં આવ્યો હતો. આ મીટિંગમાં વડાપ્રધાન નવાઝ શરીફ, આર્મી ચીફ રાહીલ શરીફ સહિત કેટલાય અન્ય લોકોનો સમાવેશ છે. તે ઉપરાંત આ મીટિંગમાં કાશ્મીરનાં મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાની વાત પણ કરી છે.

ભારતે પાકિસ્તામાં થયેલી આ બેઠક અંગે વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાન અમારી આંતરિક મુદ્દે હસ્તક્ષેપ કરી રહ્યો છે જે યોગ્ય નથી. ભારતે પોતાનાં જવાબમાં સ્પષ્ટ જણાવ્યું કે જો તે સતત કાશ્મીરમાં આંકવાદીઓને મોકલીને ત્યાંની પરિસ્થિતી ડામાડોળ કરતું રહે છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા અપાયેલા નિવેદમાં કહેવાયું કે પાકિસ્તાન POKમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપીને ભારતમાં હૂમલાઓ માટે મોકલે છે. તે સતત દક્ષિણ એશિયામાં અસ્થિરતા ફેલાવવાનાં પ્રયાસો કરતું રહે છે.

કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ ભડકેલી હિંસામાં અત્યાર સુધી 35 લોકોનાં મોત થઇ ચુક્યા છે. વાનીનાં મોત બાદ પાકિસ્તાની વડાપ્રધાને પોતે દુખ વ્યક્ત કર્યું હતુ.તેઓએ આને કાશ્મીરીઓનાં અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. પાકિસ્તાની આર્મી ચીફે વાનીનાં મોતને દુખદ ગણાવ્યું હતું. તે ઉપરાંત કાશ્મીરમાં આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા અને હિજબુલ મુજાહિદ્દીને વાનીને શહીદ ગણાવીને ભારત પર વધારે આતંકવાદી હૂમલાઓ કરાવવાની વાત કરી હતી.

You might also like