પાકિસ્તાન કબ્જાનાં કાશ્મીરમાં થઇ રહ્યું છે માનવાધિકારનું હનન

વોશિંગ્ટન : પાકિસ્તાનનાં કબ્જામાં રહેલા કાશ્મીર (પીઓકે)માં માનવાધિકારનાં હનનની ઘટનાઓમાં સતત થઇ રહેલા વધારાને પહોચી વળવા માટે પીઓકેનાં એક જુથ દ્વારા અમેરિકાને દખલ દેવા માટેની અપીલ કરી હતી. આ સમુહે અમેરિકી સાંસદોને મદદ માટેની અપીલ કરતા કહ્યું કે પાકિસ્તાને ગિલગિટ બાલિસ્તાનનાં હિસ્સા પર પરાણે કબ્જો જમાવી રાખેલો છે. અહીં તેનું રાજ ખતમ થાય તે જરૂરી છે. વોશિંગ્ટન ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગિલગિટ બાલિસ્તાનનાં સેંગા સેરિંગનાં કેપિટન હિલમાં અમેરિકી સાંસદો સાથે હાલમાં થયેલી મુલાકાત કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ગિલગિટ બાલિસ્તાન વગર આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદનાં માનવાધિકાર હનની ઘટનાઓ પર લગામ લગાવવી અશક્ય છે. આ હિસ્સામાં પાકિસ્તાનનું રાજ ખતમ કરવા અને તેની વિરુદ્ધ સંધર્ષમાં ગિલગિટ બાલિસ્તાનનો સાધ આપવા માટે અમેરિકાએ આગેવાનની ભુમિકા નિભાવવી પડશે.

સેરિંગે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં રેજોલ્યુશન 47માં પણ પાકિસ્તાનને ગિલગિટ બાલિસ્તાન અને પીઓકેમાં કબ્જો જમાવવાનાં આક્રમક વલણ અપનાવનારૂ જણાવ્યું હતું. સાથે જ અહીંથી તેની સંપુર્ણ રીતે વાપસીની વાત કહેવામાં આવી છે. તેમણે કહ્યું કે ગિલગિટ બાલિસ્તાન પીઓકેનાં લોગ પોતાનાં વિસ્તારમાંથી પાકિસ્તાન અને ચીની કારકોને સંપુર્ણ રીતે હટાવવાની માંગ કરે છે તેણે આ વિસ્તારમાં જબરદસ્તી કબ્જો જમાવેલો છે. ચીન અહીંનાં પ્રાકૃતિક સંસાધનોનું દોહન કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કેટલાય ટોપ અમેરિકી સાંસદો હાજર હતા જેમાં સેનેટર જોન કોર્નિંગ, જોન મેક્કૈન, કેન અને માર્ક વોર્નર વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અમેરિકી પ્રતિનિધિ સભાનાં સભ્યો બરાબર કોમ્સટોક, ગેરી કોનોલી, શીલા જેક્સન લી વગેરેનો સમાવેશ થાય છે.

You might also like