પાકમાં ન્યૂક્લિયર પ્રોગ્રામથી ભારત પર યુદ્ધનો ખતરોઃ અમેરિકા

વોશિંગટનઃ અમેરિકાનું માનવું છે કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી ભારત અને પડોશી દેશો વચ્ચે યુદ્ધની શક્યતા વધી શકે છે. અમેરિકી સાંસદે 30 પાનાનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં આ  બાબતની આશંકા વ્યક્ત કરી છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના શસ્ત્રગારમાં સંભવિત પરમાણુ હથિયાર છે. પાકિસ્તાન પરમાણુ સામગ્રીના ઉત્પાદનની વધતી ક્ષમતા સાથે તેના પરમાણુ ઘર્ષણનું જોખમ પણ વધી શકે છે. પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રગાર માટે એવું માનવામાં આવી રહ્યું છે કે તેને તૈયાર જ એટલા માટે કરવામાં આવી રહ્યાં છે કે ભારત વિરૂદ્ધની સૈન્ય કાર્યવાહીથી રોકવામાં આવે.

સીઆરએસએ આ રિપોર્ટ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપનું સભ્યપદ હાસલ કરવા માટે પાકિસ્તાને મળી રહેલા સમર્થનને પગલે તૈયાર કર્યો છે. સીઆરએસ અમેરિકી સાંસદોના બંને સદનોની નીતિગત અને કાનૂની વિશ્લેષણની માહિતી આપે છે. સીઆરએસ અમેરિકી સાંસદોના હિત મુદ્દે નિયમિત રીતે રિપોર્ટ તૈયાર કરે છે. એનએસજીમાં સભ્યપદ પ્રાપ્ત કરવા માટે ભારત અને પાકિસ્તાનમાં જબરજસ્ત સ્પર્ધા ચાલી રહી છે. પાકિસ્તાન અમેરિકા સમક્ષ એનએસજીમાં સભ્યપદ પ્રાપ્ત કરવા માટે લોબીંઇગ કરી રહ્યું છે.

 

You might also like