12 અરબ ડૉલરમાં પાકિસ્તાનની ઇજ્જત લાગી દાવ પર, જાણો કઇ રીતે?

પેશાવરઃ ગંભીર આર્થિક સંકટથી પસાર થઇ રહેલ પાકિસ્તાનની ઇજ્જત હવે લોનનાં સહારે ટકેલી જોવાં મળી રહી છે. જો પાકિસ્તાનને 6 સપ્તાહની અંદર 12 અરબ ડૉલરની લોન નહીં મળે તો દેશની બરબાદી નક્કી જ છે અને આનું કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ચૂકેલ છે. ઇમરાનની યોજાનારી કેબિનટ બેઠકમાં નાણામંત્રીનાં ઉમેદવાર અસદ ઉમરે જણાવ્યું કે ગઇ વખતની સરકારે દેશને ભારે આર્થિક સંકટમાં મૂકી દીધેલ છે.

પાકિસ્તાની કંપની એંગ્રો કોર્પોરેશનનાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલ અસદ ઉમરે જણાવ્યું કે, દેશમાં 10થી 12 અરબ ડૉલરની ગંભીર નાણાંકીય સમસ્યા છે. એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં અસદ ઉમરે જણાવ્યું કે, માત્ર આટલું જ નહીં, દેશ બરાબર બોર્ડર પર હવે ઉભો છે જેથી નવી સરકારે આને સંભાળવા માટે અતિ વધારે રકમની પણ જરૂરિયાત રહેશે.

ઉમરે જણાવ્યું કે,”પાકિસ્તાને આગામી 6 સપ્તાહની અંદર જ કોઇ નિર્ણય લેવાનાં રહેશે. જેટલું મોડું થશે એટલો જ મુશ્કેલીમાં વધારો થશે.” તેઓએ જણાવ્યું કે, પાકિસ્તાન મદદને માટે આઇએમએફ, દોસ્ત દેશો સાથે વિશેષ રૂપે વાત કરશે. આ સિવાય ડાયસ્પોરા બોન્ડ પણ રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન પાકિસ્તાનનાં પીએમ બનવાની તૈયારી તો કરી રહેલ છે પરંતુ ત્યાંની અર્થવ્યવસ્થા તેઓને માટે સૌથી મોટી ચુનોતી છે. અનેક રોકાણકારો અને જાણકારોને એવું લાગે છે કે જો ચીન અને આઇએમએફએ રાહત પેકેજ નહીં આપ્યું તો પાકિસ્તાનને સંભાળવું મુશ્કેલ થઇ જશે.

હકીકત છે કે 1980નાં દશકથી અત્યાર સુધી આઇએમએફ પાકિસ્તાનને 12 વાર આર્થિક કાર્યક્રમો દ્વારા મદદ કરી ચૂકેલ છે. ગયા વર્ષે પણ આઇએમએફએ અંદાજે 6.6 અરબ ડૉલરનું રાહત પેકેજ આપ્યું હતું અને લગભગ આટલું જ દેવું ચીન પણ આપી ચૂકેલ છે.

You might also like