પાકિસ્તાન દુનિયાનો ચોથા નંબરનો સૌથી ખતરનાક દેશ

નવી દિલ્હી: દુનિયામાં સલામતી અને સુરક્ષાની બાબતમાં પાકિસ્તાન ચોથો સૌથી ખતરનાક દેશ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ ટ્રાવેલ અેન્ડ ટૂરિઝમ રિપોર્ટ મુજબ પાકિસ્તાન સુરક્ષાની દૃષ્ટિઅે ચોથો સૌથી અસુરક્ષિત દેશ છે. લિસ્ટમાં ફિનલેન્ડ દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ છે. જ્યારે સૌથી ખતરનાક દેશની યાદીમાં નાઇજિરિયાનું નામ પહેલા નંબરે છે. કોલંબિયા અને યમન બીજા અને ત્રીજા નંબરે છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં માતૃત્વ અને બાળ મૃત્યુ દરનાં પ્રમાણમાં થોડો ઘટાડો થયો છે. રિપોર્ટ મુજબ સલામતી અને સુરક્ષાના માપદંડ પર પાકિસ્તાનને ૩.૦૪ નંબર મળ્યા છે. દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ ફિનલેન્ડ છે જેને ૬.૭ નંબર મળ્યા છે. રિપોર્ટ મુજબ ખ્રિસ્તીઅો માટે પાકિસ્તાન છઠ્ઠો સૌથી ખતરનાક દેશ છે.

ખતરનાક દેશની યાદીમાં ભારતનો નંબર ૧૩મો છે. નાઇજિરિયા ૨.૬૫ અાંકડા સાથે સૌથી ખતરનાક દેશ છે. સુરક્ષિત દેશોની યાદીમાં ફિનલેન્ડ બાદ કતાર અને સંયુક્ત અારબ અમીરાતનો નંબર અાવે છે.

You might also like