પાક. દ્વારા યુદ્ધ વિરામ ભંગઃ સરહદી ચોકીઓ પર મોર્ટાર બોમ્બ ઝીંકયા

જમ્મુ: પાકિસ્તાને યુદ્ધ વિરામનો બે વખત ભંગ કરીને જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસી નજીક આવેલી સરહદી ચોકીઓ અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવીને મોર્ટાર બોમ્બ ઝીંકયા હતા અને નાના તેમજ ઓટોમેટિક શસ્ત્રોથી જબરદસ્ત ફાયરિંગ કર્યું હતું. ભારતે પણ તેનો સજ્જડ વળતો જવાબ આપ્યો હતો.

સંરક્ષણ પ્રવકતા લેેફ. કર્નલ મનીષ મહેતાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લમાં એલઓસી નજીક નૌશેરા સેકટરમાં આડેધડ મોર્ટાર મારો ચલાવ્યો હતો તેમજ નાના અને ઓટોમેટિક શસ્ત્રોથી ફાયરિંગ કર્યું હતું.

દરમિયાન કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર ફાયરિંગ કરી રહેલાં પાકિસ્તાની દળોને ફરીથી પાઠ ભણાવવા ભારતીય સેનાએ જડબેેસલાક જવાબ આપીને પાકિસ્તાનના બે સૈનિકોને ઢાળી દીધા હતા. આથી ગભરાઇ ગયેલાં પાક. દળોએ એલઓસી પર ભારે ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને ભારતીય સેનાએ પણ તેનો જબરદસ્ત જવાબ આપ્યો હતો. આમ પાકિસ્તાની સેનાએ સતત છઠ્ઠા દિવસે રાજૌરી અને પુંચમાં લશ્કરી ચોકીઓ અને રહેણાક વિસ્તારોને કોઇ પણ જાતનાં કારણ વગર નિશાન બનાવ્યાં છે. અંકુશ રેખાની નજીકમાં આઠ સેકટર પર પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યું છે.

http://sambhaavnews.com/

You might also like