મોદી ભારે જિદ્દી તેઓએ પાક.ને એકલું પાડી જ દીધું : વિશ્વ મીડિયા

ઇસ્લામાબાદ : પાકિસ્તાની મીડિયાએ એક અઠવાડીયામાં બીજી વખથ પાકિસ્તાન સરકાર અને આર્મીની ટીકા કરી છે. ધ નેશનનાં અહેવાલ અનુસાર નરેન્દ્ર મોદ જીદ્દી છે. તેઓએ પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડી દેવાની જીદ્દ પકડી હતી. હાલ પાકિસ્તાન વિશ્વમાં એકલુ પડી જવાની અણી પર છે. મોદીએ પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સમિટ રદ્દ કરવાથી માંડીને આંતરરાષ્ટ્રીય ફોરમ પર પાકિસ્તાનને ભોંઠુ પાડવાની એક પણ તક નથી છોડી.

અહેવાલમાં ગોવામાં રવિવારે યોજાયેલ બ્રિક્સ સમિટનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આર્ટિકલમાં જણાવ્યા પ્રમાણે મોદીનું નામ લીધા વગર જ પાકિસ્તાનને આતંકવાદને મદદ કરનાર દેશ ગણાવ્યો. આશ્ચર્યની વાત છે કે મોદીની આ વાત પર ચીન પણ સંમત હોય તેવુ લાગ્યું. છાપાએ વધુમાં કહ્યું કે નવી દિલ્હી પાકિસ્તાનને એકલું પાડવામાં કોઇ કસર બાકી નથી રાખી રહ્યું. જેનું પરિણામ આપણી સામે છે.

ન્યુઝપેપરનાં અનુસાર દેશ અને વિદેશમાં પાકિસ્તાનની ટીકા થઇ રહી છે. નવાઝની પાર્ટીના જ સાંસદ રાણા મોહમ્મદ અફઝલે કહ્યું હતુ કે તેઓ જ્યારે ફ્રાંસ ગયા હતા ત્યારે સવાલ પુછાયો હતો કે તેઓ હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ પર કોઇ કાર્યવાહી કેમ નથી કરી રહ્યા. આર્ટિકલનાં અંતે પાકિસ્તાનને સુધરવા માટેની પણ તાકીદ કરાઇ છે.

You might also like