ભારતમાં ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન રમશે કે કેમ તે અંગે પ્રશ્ચનાર્થ

કરાંચી : ભારતમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ કદાચ નહી હોય. શરૂઆતી સંકેતોનાં આધાર પર આની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ટુંક સમયમાં પાકિસ્તાની સરકારની તરફથી ટીમને સિક્યોરિટી ક્લિયરન્સ નહી મળે તો ટી20 કપમાં પાકિસ્તાન ભાગ નહી લઇ શકે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB)એ કહ્યું કે માર્ચ – એપ્રીલમાં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ T20માં પાકિસ્તાનની ભાગીદારી અંગે દુબઇમાં હાલમાં જ થયેલ ICCની બેઠકમાં વાત કરવામાં આવી હતી. PCB પ્રેસિડેન્ટ શહરયાર ખાનનાં અનુસાર જો તેમની સરકાર પાસેથી વર્લ્ડ T20 માટે ભારત જવાની પરવાનગી નહી મળે તો પાકિસ્તાનની મેચો તટસ્થ સ્થળો પર કરાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
શહરયારે કહ્યું કે થોડા સભ્યોએ કહ્યું કે જો અમને સરકાર પાસે અનુમતી નથી મળતી તો અમારી મેચ દુબાઇ, શારજાહ અથવા કોલંબોમાં કરાવવામાં આવી શકે છે. મે સ્પષ્ટ રીતે કહ્યું કે અમારે સરકારનું વલણ જોવું પડશે. કારણ કે ભારતે ડિસેમ્બરમાં અમારી વિરુદ્ધ દ્વિપક્ષીય સીરીઝ નથી રમી. શ્રીલંકામાં સીરીઝ કરાવવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો જેથી ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય ક્રિકેટ બહાર થઇ શકે. શહરયારે કહ્યું કે તેમણે ICC સભ્યોને જણાવી દીધું છેકે પાકિસ્તાની ટીમને ભારતમાં ખતરો હોઇ શકે છે.

You might also like