પાકિસ્તાને અણુ બોમ્બ બનાવવાનું ફરી ચાલુ કર્યું હોવાનાં અહેવાલ

ઇસ્લામાબાદ : પાડોશી પાકિસ્તાન દ્વારા એક નવી ન્યૂક્લિયર સાઇટ બનાવવાનાં સમાચાર સામે આવ્યા છે. સેટેલાઇટથી મળેલી તસ્વીરોની એનાલિસીસ બાદ પશ્ચિમી ડિફેન્સ એક્સપર્ટસ એવા પરિણામ સુધી પહોંચ્યા છે કે પાકિસ્તાન એક યૂરેનિયમ સંવર્ધન કોમ્પલેક્સનું નિર્માણ કરી રહ્યું છે. પાડોશી દેશોમાંથી આવી રહેલા સમાચાર ભારત માટે ચિંતાજનક છે.

ઇસ્લામાબાદથી લગભગ 30 કિલોમીટર દુર કઠુવામાં આ નવી સાઇટનું નિર્માણ ચાલી રહ્યું છે. આ તે વાતનો પુરાવો છે કે પાકિસ્તાન એકવાર ફરીથી નાભિકીય હથિયારોની હોડમાં ઉતર્યું છે. એવું કરવું ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)નાં મુળભુત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જ્યારે પાકિસ્તાન તેનું સભ્ય બનવા માટેનાં અથાગ પ્રયાસો કરી રહ્યું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની પાસે પહેાલથી જ ભારત, ઇઝરાયલ અને નોર્થ કોરિયાની તુલનામાં વધારે નાભિકીય આયુધો છે. એક અનુમાન અનુસાર પાકિસ્તાન પાસે 120 નાભિકીય હથિયારો છે. આ એનાલિસિસ આઇએચએસનાં જેનનાં ઇન્ટેલિજન્સ રિવ્યુનાં આધારે કરવામાં આવ્યો છે. તેનાં માટે એરબેઝ ડિફેન્સ અને સ્પેસ સેટેલાઇડથી 25 સપ્ટેમ્બર, 2015 અને 18 એપ્રીલ, 2016એ લેવાયેલી તસ્વીરોનાં એનાલીસીસ કરવામાં આવી છે.

આ સાઉથ એશિયામાં પાકિસ્તાનની ઝડપી વધી રહેલી નાભિકીય આયુધી ક્ષમતાનું ઉદાહરણ છે. એનાલિસિસ અનુસાર ખાન રિસર્ચ લેબ્રોટ્રરીઝમાં સ્થિત આ નવું પરિસર 1.2 હેક્ટરમાં ફેલાયેલો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાઇટની તસ્વીરોનાં આધારે તે ન્યૂક્લિયર ફ્યૂલ કંપની URENCO દ્વારા ઓપરેટ કરવામાં આવતા પ્લાન્ટ્સનાં પ્રતિરૂપનાં રૂમાં જોવાય છે. યુરેનકો યૂરોપમાં કેટલાક ન્યૂક્લિયર પ્લાન્ટ્સનું સંચાલન કરે છે.

You might also like