સર્જિકલ સ્ટ્રાઇકનો બદલો લેવાની તૈયારીમાં પાકિસ્તાન

નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા પોકમાં ઘૂસીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને કારણે અકડાયેલી પાકિસ્તાની સેના અને ISIS સર્જિકલ સ્ટ્રાઇકનો બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે. જેને પગલે છેલ્લાં કેટલાક દિવસોથી પાક સેનાએ પોતાની મહત્વની ચોકીઓ પર SSG સ્પેશિયલ સ્ટ્રાઇકર જવાનો અને આતંકિયોમાં સૌથી સારા નિશાનેબાજ એવા શાર્પ શૂટરોને તૈનાત કરી દીધા છે. આ લોકોને હાલમાં જ સેનામાં શામેલ કરવામાં આવેલી અત્યાધુનિક અઢી કિલોમીટર સુધીની મારક ક્ષમતાવાળી સ્નાઇપર રાઇફલ અને અત્યાધુનિક તેમજ હળવું અને વધારે નુકશાન પહોંચાડનાર મોર્ટારોને લૈસ કરવામાં આવી છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તેમને એ બાબતનો ટાસ્ક આપવામાં આવ્યો છે કે તેઓ તક મળતાની સાથે જ ભારતની મહત્વની ચોકી પર તેનાત જવાનો પર સ્નાઇપર ફાયરિંગ કરીને તેમને નુકશાન પહોંચાડે. સાથે જ અગત્યના ક્ષેત્રોમાં ફરી રહ્યાં છે. ભારતીય જવાનો પર મોર્ટાર નાખીને તેમને વધારેમાં વધારે નુકશાન પહોંચાડવાનો તેમનો પ્રયાસ છે.

ઉલ્લેખનિય છે કે સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન દ્વારા સતત સિઝફાયરનું ઉલ્લધન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નૌશેરા સેક્ટરમાં પાકે ફરી ગોળીબાર કર્યો હતો. સ્નાઇપર શોટ વાગવાને કારણે એક જવાન શહિદ થયો છે. પાકિસ્તાન દ્વારા સતત સિઝફાયરિંગ થઇ રહ્યું છે ત્યારે ભારત પણ પાકિસ્તાને જળબાતોડ જવાબ આપી રહ્યું છે.

You might also like