પાક.એ ફરી કાશ્મીરી રાગ આલાપ્યોઃ ભારતને દખલ નહીં કરવા ચેતવણી

લંડન: પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ભારતને રોનું જાસૂસ ગણાવી ફરી એકવાર નવો વિવાદ છેડ્યો છે. તેમજ કાશ્મીર રાગ આલાપી ભારતને પાકિસ્તાનના મામલે દખલગીરી નહિ કરવા ચીમકી આપી છે.  શરીફે વધુમાં જણાવ્યું છે કે ભારતની હિલચાલ વધી રહી છે. તેમાં ભારતનો એક જાસૂસ પકડાઈ ગયો છે. તેથી ભારત તરફથી થતી આવી દખલગીરી બંધ કરવી જોઈએ. ભારત અને પાકિસ્તાન તેમના મુદા તેમની રીતે ઉકેલે તે જરૂરી છે.

લંડનમાં શરીફે મીડિયાને જણાવ્યું હતું કે બંને દેશોએ સારા સાથ સાથે આગળ વધવું જોઈએ. જેથી તેમની વચ્ચે મતભેદ દૂર થઈ શકે, અને કાશ્મીરનો મુદો પણ હલ કરવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે જે શખસને પાક.ના વડા પ્રધાને ભારતીય જાસૂસ ગણાવ્યો છે તે એક ધંધાદારી છે. અને તેનું કથિત રીતે અપહરણ કરી પાકિસ્તાની અધિકારીઓએ જાસૂસ તરીકે રજૂ કર્યો છે.

દરમિયાન પાક. વિદેશ મંત્રાલયના પ્રવકતા નફીસ જકરિયાએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત ચાલુ છે. તેથી અમે બંને દેશ વચ્ચેના સંબંધને સુધારવા માગીએ છીએ. કૂટ નીતિ બીજા દેશો સાથે વાતચીત વધારવા અને સમાધાન માટે થતી હોય છે. તેમણે આશા વ્યકત કરી હતી કે બંને દેશ વચ્ચે વિદેશ સચિવ સ્તરની વાતચીતથી કોઈ ઉકેલ આવી શકશે.

You might also like