પાકની જેલમાંથી 218 માછીમારો આજે મેળવશે મુક્તિ

અમદાવાદ: પાકિસ્તાનની જેલમાં છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી બંધ ભારતીય માછીમારો પૈકી ૨૧૮ માછીમાર આજે મુક્તિ મેળવી ચૂક્યા છે. પાકિસ્તાનની જેલમાં બંધ આ તમામ માછીમારો પૈકી ૧૮૫ માછીમાર સૌરાષ્ટ્રના છે. આજે તેઓને વાઘા બોર્ડરે મુક્ત કરવામાં આવી રહ્યા છે. ફિશરિઝ વિભાગ આજે તેઓને અમૃતસર લાવશે. ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બે ભાગમાં તેમને વડોદરા લવાશે અને આવતી કાલે વડોદરાથી વેરાવળ લવાતાં તેઓ માદરે વતન પહોંચશે.

૧૮૫ માછીમાર પૈકી એક ગ્રૂપ ૮ જાન્યુઆરી અને બીજી ગ્રૂપ-૯ની જાન્યુઆરી વેરાવળ પહોંચશે. આ માછીમારોનાં ઉનાના-૭૫, દ્વારકાના ૧, કોડિનારના-૬૫, દીવના-૩૨, પોરબંદરના-૧૦, સુત્રાપાડાના-૩, ગીર ગઢડાના-૨ સહિત ઉત્તર પ્રદેશના ૩૨ માછીમારનો સમાવેશ થાય છે.

ગુજરાતના ફિશરિઝ વિભાગના અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચી ચૂક્યા છે. ભારતીય ફિશરિઝ વિભાગ દ્વારા તમામ માછીમારોને કબજો લેવાયા બાદ વેરાવળના વિભાગને ૧૮૫ માછીમારનો કબજો અમૃતસરથી અપાશે. આવતી કાલે અમૃતસરથી તેઓને વડોદરા લવાશે અને ત્યાર બાદ તેઓ ટ્રેન દ્વારા વેરાવળ પહોંચશે. જ્યાંથી તેમને તેમના ઘરે પહોંચાડવામાં આવશે.

ગુજરાત માછીમાર સંઘના આગેવાનો દ્વારા કેન્દ્રીય પ્રધાન સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. પાકિસ્તાન મરિન સિક્યોરિટી દ્વારા અવારનવાર ભારતીય માછીમારોનાં બોટ સાથે અપહરણ કરવામાં આવે છે અત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો થંભી ગઈ હોવા છતાં આજે ૨૧૮ માછીમાર સ્વદેશ પાછા ફરી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like