પાકિસ્તાને કુલભૂષણ જાધવની પત્ની અને માતાને આપ્યા વીઝા

પાકિસ્તાને બુધવારનાં રોજ કુલભૂષણ જાધવની પત્ની અને માતાને વીઝા આપી દીધા છે. પાક. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે,”ન્યૂ દિલ્હી સ્થિત એમનાં ઉચ્ચાયોગે જાધવ સાથે મુલાકાત કરવા માટે વીઝા રજૂ કરી દીધાં છે.

47 વર્ષીય જાધવને પાક.ની સૈન્ય અદાલતે એપ્રિલમાં જાસૂસી અને આતંકવાદનાં આરોપમાં મોતની સજા સંભળાવી હતી પરંતુ ભારતની અપીલ પર આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટે આના પર રોક લગાવી દીધી હતી અને આ મામલે હજી અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.

પાકિસ્તાન જાધવ સાથે એમની માતા અને પત્નીની 25 ડિસેમ્બરનાં રોજ ઇસ્લામાબાદમાં મુલાકાત કરવા દેવા બદલ રાજી થઇ ગયેલ છે. સાથે પાક.એ જાધવનાં પરિવારજનો સાથે ભારતીય ઉચ્ચાયોગનાં એક અધિકારીને સાથે આવવા દેવા પર પણ સહમતિ દર્શાવી છે.

પાક.એ મંગળવારનાં રોજ પોતાનાં ઉચ્ચાયોગને આ મામલે વીઝા રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે એમનાં સુરક્ષા દળોએ જાધવ ઉર્ફે હુસૈન મુબારક પટેલને ગયા વર્ષની 3જી માર્ચથી બલૂચિસ્તાન વિસ્તારમાંથી ધરપકડ કરી દીધેલ છે.

જો કે ભારત સતત કહી રહ્યું છે કે જાધવનું ઇરાનથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જાધવ નૌસેનામાંથી નિવૃત્ત થયા બાદ વેપાર કરી રહ્યો હતો.

You might also like