બલૂચિસ્તાન પર મોદીના નિવેદન પછી ડરી ગયું છે પાકિસ્તાન

ઇસ્લામાબાદ: પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી બલોચ લોકો પર થયેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો છે, ત્યારથી પાકિસ્તાન ડરી ગયું છે તેવું બલોચ એક્ટિવેસ્ટ મેહરાન મારીનું કહેવું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં બલોચ પ્રતિનિધિ મારીએ કહ્યું કે પ્રધાનમંત્રીના બલૂચિસ્તાન માટે કહેવા પર પાકિસ્તાની સરકાર અને ફોજ ગુસ્સે થઇ ગઇ છે. હાલના દિવસોમાં કેટલાક બલોચ વિસ્તારમાં ફોજે પોતાનું ઓપરેશન ઝડપી કરી દીધું છે.

મારીએ કહ્યું કે, ‘બલૂચિસ્તાનના મુદ્દાને ઉઠાવવા માટે અમે ભારતના ઘણા આભારી છે. ખાસ કરીને 15 ઓગસ્ટે જેવી રીતે પ્રધાનંત્રીએ આ મુદ્દાને ઉઠાવ્યો. અને બે દિવસ પહેલા UNHRCમાં ભઆરતે જે રીતે આ મુદ્દાને ઉઠાવ્યો,
તેનાથી અમે ઘણા આશાવાદી છીએ.’

નોંધનીય છે કે 2 દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અજીત કુમારે બલૂચિસ્તાન અને POKમાં પાકિસ્તાનના અત્યાચારના મુદ્દો ઉઠાવ્યો હતો.

મારીએ આગળ કહ્યું કે બલોચ લોકો જોઇ રહ્યા છે કે ભારત બલૂચિસ્તાનમાં પાકિસ્તાન તરફથી માનવાધિકારોના ઉલ્લંઘનના મુદ્દા પર ઘણા ગંભીર છે. તેમણે કહ્યું કે અમેરિકા પણ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની એજન્સીઓ અને ફોજની કરતૂતોથી જાણકાર છે. તેમણે અમેરિકા સાથે પાકિસ્તાન નીતિમાં ફેરફાર કરવાનો અનુરોધ કર્યો છે.

You might also like