પાકિસ્તાન ડુબી રહેલું જહાજ કાશ્મીરી તેની સવારી નહી કરે : સાદિક

વારાણસી : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનાં ઉપાધ્યક્ષ ડૉ. કલ્બે સાદિક પાકિસ્તાનની હરકતોથી ઘણા પરેશાન છે. તેમણે પાકિસ્તાનને ડુબતુ જહાજ ગણાવ્યું હતું. વારાણસીમાં ડૉ. કલ્બે સાદિકે કહ્યું કે હું કાશ્મીરમાં પેલેટ ગન પ્રયોગની વિરુદ્ધમાં છું. તેમણે કહ્યું કે ઇઝરાયેલ જેવો ક્રુર દેશ પણ આ ગનનો ઉપયોગ નથી કરતું. તેમણે કહ્યું કે કાશ્મીરનાં યુવાનોની વાત પણ સાંભળવી જોઇએ.

ડૉ. સાદિકે કહ્યું કે પાકિસ્તાન ડુબી રહેલું જહાજ છે. કાશ્મીરીઓ તેની સવારી નહી કરી. ત્રણ વખત તલાકનાં મુદ્દે તેમણે કહ્યું કે ઉલેમાને કોઇ પબ્લિકનાં દબાણમાં આવેલા કુરાનનાં પ્રકાશમાં સાચી વાતો લોકો સુધી પહોંચાડવી પડશે. હવે લગ્ન જેટલા સરળ છે, છુટાછેડા પણ તેટલા જ મુશ્કેલ છે. કલ્બે સાદિકે કહ્યું કે દેશની સમસ્યા ન તો હિંદુ છે અને ન તો મુસલમાન છે. અહીંની મુખ્ય સમસ્યા ગરીબી છે, અશિક્ષા તથા આંતરિક ટક્કર છે. નેતાઓનો વાણીવિલાસ છે. તેમણે કહ્યું કે આ ઘણુ જ શરમજનક છે. ભુલ તો નાગરિકોની છે જે આ પ્રકારની નિવેદનબાજી કરનારા લોકોની વિરુદ્ધ નથી હોતા.

You might also like