ભારતનાં સતત આકરા વલણથી પાક. ઢીલુ પડ્યું : ચર્ચા માટે દર્શાવી તૈયારી

નવી દિલ્હી : આતંકવાદ, સીમાપાર ઘૂસણખોરી અને સંધર્ષ વિરામ ઉલ્લંઘન મુદ્દે ભારત દ્વારા આકરૂ વલણ અપનાવાયા બાદ પાકિસ્તાન ઢીલુ પડ્યું છે. તેણે હવે સમજુતી પુર્ણ વલણ અખત્યાર કરવાનું ચાલુ કર્યું છે. નવી દિલ્હી ખાતેના પાકિસ્તાની હાઇકમિશ્નર અબ્દુલ બાસિતે ગુરૂવારે કહ્યું કે અમે ભારતની સાથે દુશ્મનીનું વાતાવરણ સતત નથી ઇચ્છી રહ્યા. હવે સમય પાકી ચુક્યો છે કે બંન્ને પાડોશી દેશ નવી શરૂઆત માટેવિચારે.

ભારત અને પાકિસ્તાન સંબંધો પર આયોજીત એક ચર્ચા દરમિયા બાસિતે આ ટીપ્પણી કરી હતી. આ દરમિયાન તેમણે બંન્ને દેશો વચ્ચે નિરંતર અને નિર્બાધ દ્વિપક્ષીય સંબંધો પર પણ જોર આપ્યું હતું. બાસિતે કહ્યું કે બંન્ને દેશોએ આંતરિક મતભેદો ભુલીને સાથએ આવવું જોઇએ. હાલ બંન્ને દેશોએ એવા ઉકેલો શોધવા જોઇએ જેથી બંન્ને દેશોના સંબંધો પણ સુધરે અને કોઇને નુકસાન ન પહોંચે.

પાકિસ્તાની હાઇકમિશ્નરનાં અનુસાર, પાકિસ્તાન ભારત સાથે ચર્ચા માટે તૈયાર છે. પરંતુ ભારત જ આ અંગે કોઇ તૈયારી નથી દેખાડી રહ્યું. નવાઝ શરીફમાં ધેર્ય છે. તેઓ મંત્રણા ચાલુ થાય તેની રાહ જોઇ રહ્યા છે. હું વિચારૂ છું કે 70 વર્ષનો સમય વ્યર્થ બાબતોમાં ગુમાવ્યો છે. પરંતુ હવે સમય આવી ચુક્યો છે કે આપણે નજીક આવીએ.

You might also like