પાકિસ્તાન પર અવિશ્વાસ કરવાનું કારણ નથીઃ રાજનાથ

નવી દિલ્હી : ગૃહ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે પઠાણકોટ એરબેઝ હુમલાની બાબતે પાકિસ્તાને નક્કર કાર્યવાહીની ખાતરી આપી છે. તેથી ભારત નક્કર કાર્યવાહી અંગે પડોશી દેશના વલણની હજુ રાહ જોશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પર આટલી ઝડપથી અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી.

અત્રે એક કાર્યક્રમની સમાંતરે રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પઠાણકોટ હુમલામાં પાકિસ્તાન તરફથી કાર્યવાહી અંગે આપણે થોડી રાહ જોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તે અસરકારક કાર્યવાહી કરશે. તેથી આપણે રાહ જોવી જોઈએ. ભારતનું કહેવું છે કે પઠાણકોટ એરબેઝ પર ગઈ બીજી જાન્યુઆરીએ થયેલા હુમલા માટે પાકિસ્તાનના આતંકવાદીઓ જવાબદાર હતા.

આ હુમલામાં સાત જવાનો શહીદ થયા હતા. તમામ છ આતંકીઓ માર્યા ગયા હતા. ભારતનું કહેવું છે કે આ હુમલાનું ષડયંત્ર ઘડનારા લોકો સામે પગલાં લઈ શકાય તેવી માહિતી ભારતે પાકિસ્તાનને પૂરી પાડી છે.

You might also like