ધોનીના ધુરંધરો અને મિતાલીની મસ્તાનીઓ માટે હવે ‘નિશાને પાકિસ્તાન’

ગત મંગળવારે ન્યૂ ઝીલૅન્ડ સામે ધોનીના સુકાનમાં ખરાબ રીતે હારેલા ભારતીય પ્લેયરો અને બંગલાદેશ સામે બહાદુરીથી જીતેલી તેમ જ જીતના ઉન્માદમાં મસ્ત મિતાલી રાજ ઍન્ડ કંપનીની વર્લ્ડ કપમાં આગામી મૅચ શનિવારે પાકિસ્તાન સામે છે. ધોનીના ધુરંધરો કોલકાતામાં સાંજે ૭.૩૦થી આફ્રિદીની ટીમ સામે રમશે, જ્યારે ભારતીય મહિલા ટીમ બપોરે ૩.૩૦થી દિલ્હીમાં સના મીર ઍન્ડ કંપની સાથે મુકાબલામાં ઊતરશે. પાકિસ્તાનમાં સર્વોચ્ચ અવૉર્ડ ‘નિશાને પાકિસ્તાન’ તરીકે ઓળખાય છે, પરંતુ અત્યારે તો એ ઉપમા ભારતની આ બે ટીમના કૅપ્ટનોને માટે લાગુ પાડી શકાય.

You might also like