સુષમા ડિસેમ્બરમાં પાકિસ્તાન જશે

નવી દિલ્હી: વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આગામી મહિને પાકિસ્તાન જનાર છે. પાકિસ્તાને ૭ અને ૮ ડિસેમ્બરે અફઘાનિસ્તાનના મામલે યોજાનારી ‘હાર્ટ ઓફ એશિયા’ કોન્ફરન્સ માટે સુષમા સ્વરાજને આમંત્રણ મોકલ્યું છે. બીજી બાજુ અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે પાકિસ્તાનનો અણુ પ્રોગ્રામ અટકાવવાને દુનિયાની પ્રથમ અગ્રિમતા હોવી જોઈએ.

પાકિસ્તાનમાં યોજાનારી ‘હાર્ટ ઓફ એશિયા’ કોન્ફરન્સમાં ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સહિત ૨૫ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. એક ભારતીય રાજદ્વારીએ પણ પાકિસ્તાન તરફથી આમંત્રણ મળ્યાના અહેવાલને સમર્થન આપ્યું છે. જો ભારત આ કોન્ફરન્સમાં જોડાશે તો બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવને ઓછો કરવાની પણ તક પ્રાપ્ત થશે.

You might also like