કાશ્મીર પર વાત કરવા માટે ભારતને વિદેશ સચિવનું આમંત્રણ

ઇસ્લામાબાદ: સરહદ પાર આતંકવાદ પર વાત કરવા માટે ભારતના પ્રસ્તાવને નજરઅંદાજ કરીને પાકિસ્તાને શુક્રવારે વિદેશ સચિવ એસ જયશંકરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અનુસાર કાશ્મીર મુદ્દા પર ચર્ચા માટે આ મહિનાના અંતમાં ઇસ્લામાબાદ આવવાનું આમંત્રમ આપ્યું છે.

પાકિસ્તાને કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનોનો આરોપ લગાવતા કહ્યું હતું કે તેને જલ્દીથી ખતમ કરી દેવું જોઇએ અને પાકિસ્તાની ડોક્ટરો તથા પેરામેડિક્સ કર્મીઓને કાશ્મીરની યાત્રા કરવા માટેની અનુમતિ માંગી છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયને પ્રવક્તાએ કહ્યું કે તેમના વિદેશ સચીવ એઝાઝ અહમદ ચૌધરીએ સરહદ પાર આતંકવાદ પર વાર્તા માટે જયશંકર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. આ માટોને જવાબ ઇસ્લામાબાદમાં ચૌધરી દ્વારા ભારતીય ઉચ્ચાયુક્ત ગૌતમ બંબ્વાલેને સોંપવામાં આવ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે ભારતને આ મહિનાના અંત સુધીમાં ઇસ્લામાબાદ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે આ પહેલા પાકિસ્તાને સોમવારે ભારતને કાશ્મીર પર વાત કરવા માટે સોમવારે આમંત્રણ આપ્યું હતું અને એવું કહ્યું હતું કે આ મુદ્દાનો ઉકેલ લાવવો બંને દેશો માટે આંતરરાષ્ટ્રીય દબાવ છે. જો કે ભારતે આ પ્રસ્તાવને બુધવારે નકારી કાઢ્યો હતો. જ્યારે જયશંકરે જણાવ્યું હતું કે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર માટે વાત કરવાનો કોઇ અધિકાર નથી કારણ કે આ ભારતની આંતરિક બાબત છે.

બારતે ગુરુવારે શરત મૂકતાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર તેમજ તેની ઘાટીઓમાં આતંકવાદીની ગતિવિધિઓને અને આતંક ખતમ કરવા માટે ધ્યાન આપવામાં આવે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે જયશંકરે પોતાના પાકિસ્તાની સમકક્ષને જણાવ્યું હતું કે તે ઇસ્લામાબાદ આવવાનું આમંત્રણ સ્વીકારે છે પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે વાતચીતમાં સૌથી પહેલા તેમના દ્વારા જમ્મ-કાશ્મીરની સ્થિતિને લઇને કહેવામાં આવેલી વાત પર ધ્યાન આપવામાં આવે.

You might also like