પાકિસ્તાનની આંતરરાષ્ટ્રિય બોર્ડર પર ઘુસણખોરી રોકવા એક ડઝન લેસર દિવાલ

નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફથી ઘુસણખોરી રોકવા માટે ભારતે મજબુત પગલાં હાથ ધર્યા છે. આ કડીમાં પંજાબ સાથે જોડાયેલી ભારત-પાકની સીમા પર એક ડઝન લેસર દિવાલને સક્રિય કરવામાં આવી છે. તેમાં નદી અને તેના કિનારાની નજીકના ક્ષેત્રો અને જોખમી વિસ્તારો મારફતે ઘુસણખોરી અને આતંકવાદિયોની ગતિવિધિયો પર સુરક્ષા એજન્સી દ્વારા અસરકારક રીતે નજર રાખવામાં આવશે. આ સુરક્ષાનો મુખ્ય હેતુ પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરીમાં રહી જતી માનવીયક્ષતીને દૂર કરવાનો છે.

સીમાના સંવેદનશીલ વિસ્તારોમાં લગાવી લેઝર દિવાલઃ સીમા સુરક્ષા દળના એક અધિકારી જણાવ્યું છે કે પંજાબની આંતરરાષ્ટ્રીય સીમા પર કેટલીક સંવેદનશીલ અને ખતરનાક વિસ્તારો પર 8 ઇન્ફ્રારેડ અને લેસર ડિટેક્ટર સિસ્ટમ નાખી છે. આ લેસર દિવાલો બીએસએફના નેજા હેઠળ છે. બીએસએફ દ્વારા જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમાઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ લેસર દિવાલોને ઇન્સોટલ કરવાનો નિર્ણય બીએસએફ દ્વારા બે વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો.

અનેક દેશોમાં પહેલેથી જ થઇ રહ્યો છે તેનો ઉપયોગઃ લેસર વોલ બન્યા પછી જો કોઇ પણ વ્યક્તિ આ રસ્તે પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તરત જ એલારામ વાગશે અને સુરક્ષાદળને તે મામલે એલર્ટ કરાશે. આ તકનીક દુનિયાના અનેક દેશોની સીમાઓ પર લાદવામાં આવી છે.

You might also like