પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ બંધ કરવાની તૈયારીમાં પાક. સરકાર

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સરકાર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)ને નાદાર જાહેર કરીને બંધ કરવા માટે પક્ષના સાંસદો પાસેથી સમર્થન માગી રહી છે. વડા પ્રધાન નવાઝ શરીફના ઉડ્ડયન સલાહકાર સરદાર મહેતાબ અબ્બાસીએ પીઆઈએની કામગીરી પર સેનેટ સ્પેશિયલ કમિટીને જણાવ્યું હતું કે સંસદીય સમિતિ આ પ્રકારની ભલામણ સરકારને એક કડક નિર્ણય લેવામાં મદદ કરશે જે માટે તે ખચકાટ અનુભવી રહી છે. સમિતિએ છેલ્લા કેટલાક મહિનામાં અનેક ઘટનાઓ સામે વાંધો ઉઠાવ્યો છે જેને કારણે પીઆઈએની છબી ખરડાય છે.

અબ્બાસીએ સમિતિ સમક્ષ ત્રણ વિકલ્પ આપ્યા છે. આ વિકલ્પ મુજબ વિમાની સેવાને પહેલાની જેમ ઓપરેટ થવા દેવામાં આવે અને ખોટ સહન કરવામાં આવે, બીજો વિકલ્પ તેને નાદાર જાહેર કરીને બંધ કરવામાં આવે અને ત્રીજો વિકલ્પ તેનું પુનઃગઠન કરવામાં આવે.
http://sambhaavnews.com/

You might also like