પશ્તૂન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહી છે pAK સરકાર

નવી દિલ્હી: પશ્તૂન એક્ટિવેસ્ટ ઉમર દાઉદ ખટકએ શરીફ સરકારની પોલ ખુલ્લેઆમ કરી દીધી છે. ઉમરે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનમાં આતંકી કેમ્પોનું ફંન્ડિગ માટે નવાઝ શરીફ સરકાર પશ્તૂન મહિલાઓને સેક્સ સ્લેવ તરીકે ઉપયોગ કરી રહી છે.

અફઘાનિસ્તાનમાં રહેનાર ઉમરે દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ સ્વાત અને વજીરીસ્તાન વિસ્તારના ઘરોનો નાશ કરી દીધો છે અને હજારો પશ્તૂન છોકરીઓનું અપહરણ કરીને લાહોરમાં સેક્સ સ્લેની જેમ ઉપયોગ કરવા લઇ ગયા છે.

ઉમરે કહ્યું, ‘પાકિસ્તાને પશ્તૂનોને ખૂબ જ મુંઝવણમાં મૂકી દીધા, હવે અમે વધારે પાગલ નથી. અમે પાકિસ્તાન વિરુદ્ધ સશસ્ત્ર સંધર્ષ માટે પશ્તૂનિસ્તાન લિબરેશન આર્મીનું ગઠન કરી રહ્યા છે. પશ્તૂનિસ્તાન આર્મી આતંકનો નાશ કરી દેશે.’


ઉમરે એવો પણ દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાના અત્યાચારોથી બચવા માટે અત્યાર સુધી પાંચ લાખ લોકો ભાગીને અફઘાનિસ્તાન જઇ ચૂક્યા છે. પશ્તૂન પાકિસ્તાનમાં ત્રીજું સૌથી મોટો જાતીય સમૂહ છે જે છેલ્લા સાત વર્ષથી તાલિબાનની સાથે જ સુરક્ષાબળોના અત્યાચારનો પણ શિકાર કરી રહ્યા છે.

You might also like