પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ પરમાણું હથિયાર છે: અમેરિકી થિંક ટેંક

લંડન: સ્ટોકહોમના એક થિંક ટેંકે કહ્યું કે જ્યારે પરમાણું હથિયારોની સંખ્યા વાત આવે છે તો આ મામલે પાકિસ્તાન ભારત કરતાં આગળ છે અને તે ઇઝરાઇલ અને ઉત્તર કોરિયાથી પણ આગળ છે.

આ થિંક ટેંકનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે થોડા દિવસો પહેલાં પરમાણું વૈજ્ઞાનિક અને પાકિસ્તાનના પરમાણું કાર્યક્રમના જનક કહેવાતા એ ક્યૂ ખાને દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે ભારતને પાંચ મિનિટમાં ટાર્ગેટ બનાવવાની ક્ષમતા છે. આ દાવાની ભારતીય વિશેષજ્ઞોએ મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે પરમાણું હથિયાર હંમેશા પ્રતિરોધ માટે હોય છે ના કે આક્રમણ માટે. સ્કોહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વાર્ષિક પરમાણું બળના આંકડા અનુસાર પાકિસ્તાન પાસે 110-130 પરમાણું હથિયાર છે.

બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાસે 100-120 પરમાણું હથિયાર છે. રિપોર્ટ કહે છે કે અમેરિકા અને રૂસ પોતાના પરમાણું આયુધ ધીરે ધીરે ધટાડી રહ્યાં છે અને તે પોતાની ક્ષમતાઓનું આધુનિકરણ કરી રહ્યાં છે. અન્ય પરમાણું સંપન્ન દેશોની પાસે ઓછા હથિયાર છે પરંતુ તેમણે નવા પરમાણું હથિયારો પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અથવા આમ કરવાની મંશાની જાહેરાત કરી છે. રિપોર્ટ કહે છે કે એવું જાણવા મળ્યું છે કે ચીન પોતાન પરમાણું બળને ક્રમિક રીતે વધારી રહ્યું છે અને તે પોતાના ભંડારનું આધુનિકરણ કરી રહ્યાં છે.

ભારત અને પાકિસ્તાન બંને પોતાના પરમાણું હથિયારોના ભંડારો અને મિસાઇલ ડિલવરી સિસ્ટમનો વિસ્તાર કરી રહ્યાં છે. ઉત્તર કોરિયાની પાસે લગભગ 10 પરમાણું હથિયારો માટે પર્યાપ્ત વિખંડનીય સામગ્રી હોવાનું અનુમાન છે.

જો કે એ અસ્પષ્ટ છે કે ઉત્તર કોરિયાએ સંચાલનાત્મક હથિયાર બનાવ્યા છે અને તૈનાત કર્યા છે નહી. ગત વર્ષે પણ પાકિસ્તાન પરમાણું હથિયારોના મામલે ભારતથી આગળ હતું. કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાસે 90-110 પરમાણું હથિયાર હતા જ્યારે પાકિસ્તાન પાસે 100-120 હથિયાર હતા.

You might also like