2200 શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાને વૈશાખીના તહેવાર માટે વિઝા આપ્યા

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રર૦૦ ભારતીય શીખ શ્રદ્ધાળુઓને ૧રથી ર૧ એપ્રિલ સુધીના સમયગાળા માટે વૈશાખીના તહેવારમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિઝા આપ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિ‌િતમાં પાકિસ્તાને આપેલા આ વિઝા બંને દેશાે વચ્ચેની તંગદીલી ઓછો કરવાનો સંકેત માનવામાં આવે છે.

ધાર્મિક સ્થળોની યાત્રા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રોટોકોલ અંતર્ગત દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં ભારતમાંથી શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જવા ઇચ્છે છે. એવી જ રીતે પાકિસ્તાનથી પણ શ્રદ્ધાળુઓ ભારત આવે છે. ગત સપ્તાહે પાકિસ્તાને જાહેર કર્યું હતું કે તે સદ્ભાવનાના મુદ્દે આ મહિને ૩૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરી રહ્યું છે. મુક્ત થઇ રહેલા મોટા ભાગના કેદીમાં માછીમારો છે.

પાકિસ્તાન તરફથી મુક્ત કરાયેલા ૩૬૦ ભારતીય કેદીઓને ચાર તબક્કામાં છોડવામાં આવશે, જેના માટે અલગ અલગ તારીખ નિયત કરાઇ છે. ૧૦૦ કેદીઓ સોમવારે ભારત પરત આવી રહ્યા છે. અન્ય કેદીઓ આ સપ્તાહના અંત સુધીમાં ભારત પરત ફરશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જાહેર કર્યું છે કે ભારતમાં વૈશાખી ઉત્સવમાં ભાગ લેવા આવી રહેલા રર૦૦ શીખ શ્રદ્ધાળુ પાકિસ્તાન આવશે ત્યારે તેમની ધાર્મિકયાત્રા દરમિયાન પંજાસા‌િહબ, નનકાના સાહિબ અને કરતારપુર સાહિબની યાત્રા કરશે.

You might also like