પાકિસ્તાનમાં ચૂંટણીઃ PM પદ માટે ઈમરાન ખાન પ્રબળ દાવેદાર

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં આજે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે સોમવારે મધરાતે પ્રચાર પર પરદો પડી ગયો છે. આજે યોજાનારી ચૂંટણી પૂર્વે હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાન સૌથી આગળ છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે આમ ચૂંટણી માટે મતદાન યોજાશે. આમ ચૂંટણીમાં 272 બેઠક માટે અંદાજે 100 રાજનૈતિક પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે આ સમયે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેની દીકરી અને જમાઇ જેલમાં બંધ છે.

ઈમરાન ખાન પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પાર્ટી પર હાવિ થઈ ગયા હોવાનું દેખાય છે. તેમના પક્ષના યુવાન મતદારોમાં શાખ અને પ્રતિષ્ઠા વધી છે. આ જોતા ઈમરાન ખાન માટે પાકિસ્તાનના આગમી વડા પ્રધાન બનવાની તક વધી ગઈ છે.

વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારો છેલ્લી ઘડી સુધી જાહેરસભાઓ, શેરી સભાઓ અને ઘરે ઘરે જોઈને મતદારોને રિઝવવામાં વ્યસ્ત છે. જોકે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો નથી અને સુરક્ષાની સ્થિતિ પણ તંગ છે.

પાકિસ્તાનના કેટલાય કટ્ટર મૌલવીઓ સહિત ૧૨,૫૭૦થી વધુ ઉમેદવારો સંસદ અને ચાર પ્રાંતીય વિધાનસભા માટે ચૂંટણી મેદાનમાં છે. નેશનલ એસેમ્બલી માટે ૩,૬૭૫ અને પ્રાંતીય વિધાનસભા માટે ૮,૮૯૫ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં વિજય તરફ આગેકૂચ કરી રહેલ પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા ઈમરાન ખાનને કદાચ પોતાની જીત પર વિશ્વાસ નથી અને એટલે તેઓ એક નહીં, પરંતુ પાંચ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ઈમરાન ખાન પંજાબ પ્રાંતની ત્રણ બેઠક ઉપરાંત ખૈબર પખ્તુનખ્વા અને સિંધ પ્રાંતમાં પણ તેઓ ચૂંટણી લડી રહ્યા છે. ઈમરાન ખાન કરાચી, લાહોર, રાવલપિંડી, બન્નુ અને મિયાંવાલી બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.

અખબાર ‘ડોન’ના અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં આ વખતે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં રૂ. ૨,૩૬૪ કરોડ ખર્ચ થવાનું અનુમાન છે, જે ૨૦૧૩ની સામાન્ય ચૂંટણીથી ૧૦ ટકા વધુ છે. આ પાકિસ્તાનમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી પુરવાર થશે.

ચૂંટણી પૂર્વેનાં સર્વેક્ષણ અનુસાર ઈમરાન ખાનની પાર્ટી ૧૮થી ૧૯ વર્ષની વય જૂથના યુવાન મતદારોમાં વધુ લોકપ્રિય છે. આ વય જૂથના ૭૦ ટકા મતદારો ઈમરાનની પાર્ટીની તરફેણમાં છે. આમ ઈમરાન ખાન વડા પ્રધાન પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

divyesh

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

3 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

4 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

4 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

4 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

4 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

5 hours ago