જમ્મુની બીઅેસઅેફ ચોકીઆે પર પાક.નું ફાયરિંગ

જમ્મુુ: જમ્મુ વિસ્તારના સાંબા જિલ્લામાં બીઅેસઅેફની ચાેકીઆે પર પાકિસ્તાની રેન્જરાેઅે કારણ વિના જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

અેક વરિષ્ઠ પાેલીસ અધિકારીઅે જણાવ્યું કે પાકિસ્તાની રેન્જરાેઅે સાંબા જિલ્લાના ચલારી અને ઘુગવાલ વિસ્તારમાં વહેલી પરાેઢે બીઅેસઅેફની નવ ચાેકીઆે પર હુમલાે કર્યાે હતાે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીઅેસઅેફની ચાેકીઆે પર હુમલાે કરવા માટે નાનાં હથિયારાે અને આેટાેમેટિક બંદૂકાેનાે ઉપયાેગ કરવામાં આવ્યાે હતાે.

પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં બીઅેસઅેફની ચાેકીઆે પર હુમલાે પાકિસ્તાનના વડા પ્રધાન નવાજ શરીફના વિવાદાસ્પદ નિવેદન બાદ થયાે હતાે, જેમાં નવાઝ શરીફે કાશ્મીરમાં ભારત વિરુદ્ધ અલગાવવાદી આંદાેલનને મદદ ચાલુ રાખવા કટિબદ્ધતા વ્યકત કરી હતી.
નવાઝ શરીફે દુખ્તારન-ઈ-મિલ્લતના અધ્યક્ષ અાસિયા અંદાબીને લખેલા પત્રમાં આ વાત જણાવી હતી.

You might also like