LoC પર પાકિસ્તાને વધુ એક વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો

જમ્મુ: પાકિસ્તાની સુરક્ષા દળોએ જમ્મુના પૂંચ વિસ્તારમાં વધુ એક વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની દળોએ પૂંચના માલ્તી વિસ્તારમાં એલઓસી પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની રેન્જરોએ પૂંચમાં ફાયરિંગ કરવા ઉપરાંત મોર્ટાર મારો ચલાવ્યો હતો. ભારતીય દળોએ પણ પાક. રેન્જર્સના ગોળીબારનો જડબાંતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાન તરફ ફાયરિંગ કર્યું હતું. ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની દળો દ્વારા લગભગ દરરોજ યુદ્ધ વિરામ ભંગ કરવામાં આવી રહ્યો છે. સરહદ પર ભારે તંગદિલી પ્રવર્તે છે.

આ અગાઉ ગઈ કાલે પાકિસ્તાની રેન્જરોએ રાજૌરી જિલ્લાના સુંદેરબાની સેકટરમાં ઇન્ડિયન આર્મીની પોસ્ટ અને રહેણાક વિસ્તારો પર મોર્ટાર બોમ્બ તાક્યા હતા. આ અગાઉ રાજૌરી જિલ્લાના નૌશેરામાં પાક. લશ્કરે સતત ગોળીબાર કર્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં એલઓસી પર ૧રથી વધુ વખત યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યા છે. એલઓસી નજીકનાં ગામડાંઓમાં ભારે ભયનો માહોલ છે.

You might also like