અમને જો ઉશ્કેર્યાં તો દુશ્મનની આંખો નીકાળી તેમના હાથમાં રાખીશું: પારિકર

નવી દિલ્હી : રક્ષા પ્રધાન મનોહર પારિકર એક વાર ફરી સરહદ પર વારંવાર કરવામાં આવી રહેલા યુધ્ધ વિરામ ભંગ પર પાકિસ્તાનને આડે હાથ લેતા ઝાટકણી કરી હતી. રક્ષા પ્રધાન મનોહર પારિકેર જણાવ્યું હતું કે ભારત યુધ્ધ કરવા ઇચ્છતું નથી, પરંતુ જો પાકિસ્તાન તરફથી ઉશ્કરણી કરવામાં આવશે તો દુશ્મની આંખ નીકાળી તેમના હાથમાં રાખી દેવામાં આવશે.

રક્ષા પ્રધાન મનોહર પારિકર ગોવાના અલ્ડોના વિધાનસભા વિસ્તારમાં એક રેલીનો સંબોધન કરતાં કહ્યું હતું કે આપણે લડવા માટે બેચેન નથી પરંતુ કોઇપણે દેશ પર ખરાબ નજર નાંખી તો તેની આંખો નિકાળી તેમના હાથમાં આપી દઇશું. આપણી પાસે એટલી તાકત છે. મનોહર પારિકેર કહ્યું હતું હતું કે ગોવાના લોકો દુનિયાને જણાવી શકે છે કે તેમણે કેન્દ્રમાં એક એવા વ્યક્તિને મોકલ્યો છે જેણે દુશ્મનના ગાલ પર તમાચો માર્યો છે.

ત્રણ દિવસ પહેલા પાકિસ્તાન તરફતી ડીજીએમઓ સ્તરની વાત પર સંકેત આપતાં પારિકરે જણાવ્યું હતું સરહદ પર છેલ્લા ત્રણ દિવસથી ફાયરિંગ બંધ થઇ ગયું છે. પાકિસ્તાન જો એકવાર ફાયરિંગ કરે છે તો આપણે તેના પર બે વાર ફાયરિંગ કરીએ છીએ. આપણું સૈન્ય જેવા સાથે તેવાની જેમ જવાબ આપી રહી છે.

home

You might also like