પાકિસ્તાને કર્યું સબમરીનથી ક્રૂઝ મિસાઇલ બાબર-3નું સફળ પરિક્ષણ

ઇસ્લામાબાદ : પાકિસ્તાને સોમવારે દાવો કર્યો કે તેણે પહેલીવાર સબમરીનની ક્રુઝ મિસાઇલ બાબર-3નું સફળ પરિક્ષણ કર્યું છે. પાકિસ્તાનનાં ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)નાં ડાયરેક્ટર જનરલ મેજર જનરલ આસિફ ગફૂરે આ જાણકારી ટ્વિટ કરીને આપી હતી. ISPRનાં ડીજી ગફૂરનાં અનુસાર પરમાણુ ક્ષમતાથી લેસ બાબર-3 મિસાઇલની રેન્જ 450 કિલોમીચર છે.

ગફૂરનો દાવો હતો કે આ 450 કિલોમીટરની રેન્જની મિસાઇલનું પરિક્ષણ હિંદ મહાસાગરનાં એક ગુપ્ત સ્થળ પર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની સેનાની તરફથી કહેવાયું છે કે બાબર-3 ઘણા પ્રકારનાંઉપકરણો લઇ જવા માટે સક્ષણ છે. જેને પાકિસ્તાનની પરમાણુ હૂમલાનો જવાબ આપવાની ક્ષમતામાં વધારો થશે.

ભારતીય સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તાની તરફથીપાકિસ્તાનનાં તે દાવા અંગે હજી સુધી કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છેકે, ભારતે 2008માં સબમરીનથી પરમાણુ ક્ષમતાવાળી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. 2013માં ક્રૂઝ મિસાઇલનો સફળ ટેસ્ટ પણ કર્યો હતો. ઉપરાંત ગત્ત દિવસોમાં પણ ભારતે પરમાણુ ક્ષમતાથી લેસ અગ્નિ-4 અને અગ્નિ-5નું સફળ પરિક્ષણ કર્યું હતું. જેની રેન્જમાં પાકિસ્તાન તો ઠીક અડધુ વિશ્વ આવી જાય છે.

You might also like